________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ મોક્ષશાસ્ત્ર
૧૧૬ ]
૨-જ્યારે મોહનીય બે ગુણોના ઘાતમાં નિમિત્ત તો ચાર ઘાતિ કર્મો ચાર જ ગુણોના ઘાતમાં નિમિત્ત કેમ બતાવ્યાં? પાંચ ગુણોનો ઘાત કહેવો જોઈએ ? ૩–શુદ્ધ જીવોને કર્મ નષ્ટ થતાં પ્રગટ થવાવાળા જે આઠ ગુણ કહ્યા છે તેમાં ચારિત્રને ન કહેતાં સમ્યક્ત્વને જ કહ્યું છે તેનું શું કારણ ? ત્યાં ચારિત્રને કેમ છોડી દીધું? ૪-કોઈ કોઈ જગ્યાએ ચારિત્ર અગર સમ્યક્ત્વમાંથી એકેયને નહિ કહેતાં સુખગુણનો જ ઉલ્લેખ કર્યો છે તે શા કારણે ?
ઉત્તર
જ્યારે જીવ પોતાનું નિજસ્વરૂપ પ્રગટ ન કરે- સાંસારિકદશાને વધારે-ત્યારે મોહનીયકર્મ નિમિત્ત છે, પણ કર્મ જીવને કાંઈ પણ કરી શકે એમ માનવું તે તદ્દન મિથ્યા છે. સાંસારિકદશાનો અર્થ એ છે કે જીવમાં આકુળતા થાય-અશાંતિ થાયક્ષોભ થાય. એ અશાંતિમાં ત્રણ વિભાગો પડે છેઃ ૧-અશાંતિરૂપ વેદનનું જ્ઞાન, ૨-તે વેદન તરફ જીવ ઝૂકે ત્યારે નિમિત્તકારણ અને ૩-અશાંતિરૂપ વેદન. તે વેદનનું જ્ઞાન તો જ્ઞાનગુણમાં ગર્ભિત થઈ જાય છે. તે જ્ઞાનના કારણમાં જ્ઞાનાવરણનો ક્ષયોપશમ નિમિત્ત છે. તે વેદન તરફ જીવ લાગે ત્યારે વેદનીય કર્મ તે કાર્યમાં નિમિત્ત છે; અને વેદનમાં મોહનીય નિમિત્ત છે. અશાંતિ, મોહ, આત્મજ્ઞાન-પરાભુખતા તથા વિષયાસકિત એ સર્વ કાર્ય મોહનાં જ છે. કારણના નાશથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે તેથી વિષયાસકિત ઘટાડવા પહેલાં જ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવાનો ભગવાન ઉપદેશ આપે છે.
મોહના કાર્યને બે પ્રકારે વિભક્ત કરી શકાય છેઃ ૧. દૃષ્ટિની વિમુખતા અને ૨. ચારિત્રની વિમુખતા. બન્નેમાં વિમુખતા સામાન્ય છે. તે બન્ને સામાન્યપણે ‘મોહ’ નામથી ઓળખાય છે, માટે તે બન્નેને અભેદપણે એક કર્મ જણાવી, તેના બે પેટા વિભાગ ‘દર્શનમોહ’ અને ‘ ચારિત્રમોહ' કહ્યા છે. દર્શનમોહ તે અપરિમિત મોહ છે અને ચારિત્રમોહ તે પરિમિત મોહ છે. મિથ્યાદર્શન તે સંસારની જડ છે. સમ્યગ્દર્શન પ્રગટતાં જ મિથ્યાદર્શનનો અભાવ થાય છે. મિથ્યાદર્શનમાં દર્શનમોહ નિમિત્ત છે; દર્શનમોહનો અભાવ થતાં તે જ વખતે ચારિત્રમોહનો એક પેટા વિભાગ જે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ છે તેનો એકસાથે અભાવ થાય છે, અને ત્યારપછી ક્રમે-ક્રમે વીતરાગતા વધતાં ચારિત્રમોહનો ક્રમેક્રમે અભાવ થતો જાય છે, તે કારણે દર્શન કારણ અને ચારિત્ર કાર્ય એમ પણ કહેવામાં આવે છે, આ રીતે ભેદ અપેક્ષાએ તે જુદા છે; તેથી પ્રથમ અભેદ અપેક્ષાએ ‘મોહ' કર્મ એક હોવાથી તેને એક કર્મ ગણીને પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com