________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
| [ ૧૧૫ જરૂર પડશે કેમકે ક્ષાયિક શક્તિ વગર કોઈ પણ ક્ષાયિક લબ્ધિ ટકી શકે નહિ. આ માન્યતા બરાબર છે?
ઉત્તર- એ માન્યતા ભૂલ ભરેલી છે. વીઆંતરાયના ક્ષયોપશમના નિમિત્તે અનેક પ્રકારના ક્ષાયિક પર્યાય પ્રગટે છે:- ૧-ક્ષાયિક સમ્યગ્દર્શન (ચોથેથી સાતમે ગુણસ્થાને), ૨-ક્ષાયિક યથાખ્યાતચારિત્ર (બારમા ગુણસ્થાને), ૩-ક્ષાયિક ક્ષમા (દસમા ગુણસ્થાને), * ૪-ક્ષાયિક નિર્માના (દસમા ગુણસ્થાને ), પક્ષાયિક નિષ્કપટતા દસમા ગુણસ્થાને), અને ૬-ક્ષાયિક નિર્લોભતા (બારમા ગુણસ્થાને ) હોય છે. બારમાં ગુણસ્થાને વીર્ય ક્ષયોપશમરૂપ હોય છે, છતાં કષાયનો ક્ષય છે.
બીજી રીતે જોઈએ તો તેમાં ગુણસ્થાને ક્ષાયિક અનંતવીર્ય અને સંપૂર્ણ જ્ઞાન પ્રગટે છે, છતાં યોગનું કંપન અને ચાર પ્રતિજીવી ગુણોનુ અપ્રગટપણું (વિભાવભાવ) હોય છે, ચૌદમાં ગુણસ્થાને કષાય અને યોગ બને ક્ષયરૂપ છે છતાં અસિદ્ધત્વ છે, તે વખતે પણ જીવની પોતાના ઉપાદાનની કચાશને લઈને કર્મો સાથેનો સંબંધ અને સંસારીપણું છે.
ઉપરની હકીકતથી એમ સિદ્ધ થાય છે કે; ભેદ અપેક્ષાએ દરેક ગુણ સ્વતંત્ર છે; જો તેમ ન હોય તો એક ગુણ બીજા ગુણરૂપ થઈ જાય અને તે ગુણનું પોતાનું સ્વતંત્ર કાર્ય રહે નહિ દ્રવ્ય અપેક્ષાએ બધા ગુણો અભેદ છે એ ઉપર કહેવાય ગયું છે.
પ્રશ્ન:- જ્ઞાન અને દર્શન એ ચેતનાગુણના વિભાગ છે, તે બન્નેના ઘાતમાં નિમિત્તપણે જુદાં જુદાં કર્મ માન્યાં છે, પરંતુ સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને જુદાજુદા ગુણ છે છતાં તે બન્નેના ઘાતમાં નિમિત્તકર્મ એક મોહ જ માનવામાં આવ્યું છે તેનું શું કારણ ?
પ્રશ્નનો વિસ્તાર આ પ્રશ્ન ઉપરથી ઉઠતા સવાલો નીચે મુજબ છેઃ૧- મોહનીયકર્મ જ્યારે સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને ગુણોના ઘાતમાં નિમિત્ત છે
ત્યારે મૂળ પ્રકૃતિઓમાં તેના બે ભેદ માની કર્મ નવ કહેવાં જોઈએ, પરંતુ આઠ જ કેમ કહ્યાં ?
* દ્રવ્યક્રોધની ૯માં ગુણસ્થાનકના ૭માં ભાગમાં વ્યચ્છિત્તિ (નાશ) થાય છે. દ્રવ્યમાનની ૯ મા ગુણસ્થાનકના ૮ મા ભાગમાં બુચ્છિત્તિ (નાશ) થાય છે. દ્રવ્યમાયાની ૯ માં ગુણસ્થાનકના ૯ મા ભાગમાં બુચ્છિત્તિ (નાશ) થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com