________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨]
| [ મોક્ષશાસ્ત્ર ઉત્તર- ચોથા ગુણસ્થાને ભાવશ્રુતજ્ઞાન હોય છે તે જ્ઞાન વડે પોતાને સમ્યગ્દર્શન પ્રગટયાની સમ્યગ્દષ્ટિને ખબર પડે છે. જો તે જ્ઞાન વડે ખબર ન પડે એમ માનીએ તો તે શ્રુતજ્ઞાનને સમ્યક [ યથાર્થ] કેમ કહી શકાય? જો પોતાને પોતાના સમ્યગ્દર્શનની ખબર ન પડતી હોય તો તેનામાં અને મિથ્યાષ્ટિ અજ્ઞાનીમાં કાંઈ ફેર પડયો નહિ!
પશ્ન:- અહીં તમે સમ્યગ્દર્શનને શ્રુતજ્ઞાન દ્વારા જણાય એમ કહ્યું છે, પણ પંચાધ્યાયી અધ્યાય ૨ માં તેને અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનગોચર કહ્યું છે-તે ગાથાઓ નીચે પ્રમાણે છે:
सम्यक्त्वं वस्तुतः सूक्ष्म केवलज्ञानगोचरम्।
गोचरं स्वावधिस्वान्तः पर्ययज्ञानयोर्द्वयोः।। ३७५ ।। અર્થ- [ સમ્યક્ત વાસ્તવમાં સૂક્ષ્મ છે અને કેવળજ્ઞાનગોચર છે તથા અવધિ અને મન:પર્યય એ બને ગોચર છે;] અને અધ્યાય ૨ ગાથા ૩૭૬ માં, તે મતિ અને શ્રુતજ્ઞાનગોચર નથી-એમ કહ્યું છે અને અહીં તમે સમ્યગ્દર્શન શ્રુતજ્ઞાનગોચર છે એમ કહો છો તેનો શું ખુલાસો છે?
ઉત્તર- સમ્યગ્દર્શન તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનગોચર નથી એમ જે ૩૭૬ મી ગાથામાં કહ્યું છે તેનો અર્થ એટલો છે કે-સમ્યગ્દર્શન તે-તે જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું; પણ તે-તે જ્ઞાનથી સમ્યગ્દર્શન કોઈ પ્રકારે જાણી ન જ શકાય એમ કહેવાનો હેતુ નથી. આ બાબતમાં પંચાધ્યાયી અ. ૨ ની ૩૭૧ અને ૩૭૩ ગાથા નીચે પ્રમાણે છે:
इत्येवं ज्ञाततत्त्वासौ सम्यग्दृष्टिर्निजात्मदृक् ।
वैषयिके सुखे ज्ञाने रागद्वेषौ परित्यजेत्।। ३७१।। અર્થ:- એવી રીતે તત્ત્વોના જાણવાવાળા સ્વાત્મદર્શી સમ્યગ્દષ્ટિ જીવ ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનમાં રાગદ્વેષને છોડે છે.
अपराण्यपि लक्ष्माणि सन्ति सम्यग्दृगात्मनः।
सम्यक्त्वेनाविनाभूतैर्यै (श्च ) संलक्ष्यते सुदृक् ।। ३७३ ।। અર્થ- સમ્યગ્દષ્ટિ જીવનું બીજું લક્ષણ પણ છે કે સમ્યકત્વનાં અવિનાભાવી લક્ષણો દ્વારા સમ્યગ્દષ્ટિ જીવ લક્ષિત થાય છે. તે લક્ષણ ગાથા ૩૭૪ માં કહે છે:
उक्तमाक्ष्यं सुखं ज्ञानमनादेयं दृगात्मनः। नादेयं कर्म सर्व च ( स्वं ) तद्वद् दृष्टिोपलब्धितः ।। ३७४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com