________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. પરિ. ૧]
[૧૦૧ સમલ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે. અહીં જે મલપણું છે તેનું તારતમ્યસ્વરૂપ કેવળજ્ઞાનગણ્યા છે. આ અપેક્ષાએ તે સમ્યકત્વ નિર્મળ નથી. અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે.
[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૩૫-૩૩-૩૪૬] આ બધાં સમ્યકત્વમાં જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તુચ્છ તિર્યંચાદિકને તથા કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને સમ્યકત્વ ગુણ તો સમાન જ કહ્યો છે, કારણ કે બધાને પોતાના આત્માની અથવા તો સાત તત્ત્વોની સમાન માન્યતા છે.
[ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩ર૩] સમ્યગ્દષ્ટિને વ્યવહારસમ્યકત્વમાં નિશ્ચયસમ્યકત્વ ગર્ભિત છે-નિરંતર ગમન (પરિણમન) રૂપ છે.
[ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૫૦]
(૧૮) સમ્યકત્વની નિર્મળતામાં નીચે પ્રમાણે પાંચ ભેદ પણ પાડવામાં આવે છે
૧- સમલ અગાઢ, ર-નિર્મળ, ૩-ગાઢ, ૪-અવગાઢ અને પ-પરમ અવગાઢ.
વેદક સમ્યકત્વ સમલ અગાઢ છે, ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વ નિર્મળ છે, ક્ષાયિક સમ્યકત્વ ગાઢ છે. અંગ અને અંગબાહ્ય સહિત જૈનશાસ્ત્રોના અવગાહન વડ નીપજેલી દષ્ટિ તે અવગાઢ સમ્યકત્વ છે; શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યકત્વ કહે છે. પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢ સમ્યકત્વ કહે છે. આ બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ છે.
[ મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૩૩-૩૩૪] “ઔપથમિક સમકિત કરતાં ક્ષાયિક સમકિત અધિક વિશુદ્ધ છે.”
[જુઓ, તત્ત્વાર્થ રાજ્યાર્તિક અધ્યાય ૨ સૂત્ર ૧ નીચેની કારિકા ૧૦-૧૧, તથા તેની નીચે સંસ્કૃત ટીકા] “ ક્ષાયોપશમિક સભ્યત્વથી ક્ષાયિક સમ્યત્વની વિશુદ્ધિ અનંતગુણી અધિક છે.” [ જુઓ, તત્ત્વાર્થ રાજવાર્તિક અધ્યાય ૨ સૂત્ર ૧, કારિકા ૧૨ નીચેની સંસ્કૃત ટીકા. ]
(૧૯) સમ્યગ્દષ્ટિ જીવ પોતાને સમ્યકત્વ પ્રગટયાનું શ્રુતજ્ઞાન વડે
બરાબર જાણે છે પ્રશ્ન- પોતાને સમ્યગ્દર્શન પ્રગટયું છે તેની કયા જ્ઞાન વડે ખબર પડે ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com