________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
| [ મોક્ષશાસ્ત્ર ૯. શબ્દદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. = શબ્દના રહસ્યભૂત પદાર્થની દષ્ટિથી
પૂર્ણતા પ્રત્યે જા. ૧૦. એવંભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. = નિશ્ચયદષ્ટિથી શબ્દના રહસ્યભૂત
પદાર્થમાં નિર્વિકલ્પ થા. ૧૧. સમભિરૂઢદષ્ટિથી એવંભૂત અવલોક. = સાધકઅવસ્થાના આરૂઢભાવથી
નિશ્ચયને જો. ૧૨. એવંભૂતદષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. = નિશ્ચયદષ્ટિથી સમસ્વભાવ
પ્રત્યે આરૂઢ સ્થિતિ કર. ૧૩. એવંભૂતદષ્ટિથી એવંભૂત થા. = નિશ્ચયદષ્ટિથી નિશ્ચયરૂપ થા. ૧૪. એવંભૂત સ્થિતિથી એવભૂતદષ્ટિ શમાવ. = નિશ્ચયસ્થિતિથી નિશ્ચયદષ્ટિના વિકલ્પને શમાવી દે.
ખરા ભાવો લૌકિક ભાવોથી વિરુદ્ધ હોય છે પ્રશ્ન- જો વ્યવહારનય થી એટલે કે વ્યાકરણને અનુસરીને જે પ્રયોગ (અર્થ) થાય છે તેને તમે શબ્દનયથી દૂષિત કહેશો તો લોક અને શાસ્ત્રને વિરોધ આવશે?
ઉત્તર:- લોક ન સમજે તેથી વિરોધ ભલે કરે; અહીં યથાર્થ સ્વરૂપ (તત્ત્વ) વિચારવામાં આવે છે-પરીક્ષા કરવામાં આવે છે. ઔષધિ રોગીની ઇચ્છાનુસાર હોતી નથી. (સર્વાર્થસિદ્ધિ પાનું-પ૩૪.) જગત રોગી છે, તેને અનુકૂળ આવે એમ જ્ઞાનીઓ તત્ત્વનું સ્વરૂપ (ઔષધિ) ન કહે, પણ જેમ યથાર્થ સ્વરૂપ હોય તેમ તેઓ કહું. ૩૩.
જ્ઞાન સંબંધી વિશેષ ખુલાસો (સૂત્ર-૮) પ્રશ્ન- આઠમાં સૂત્રમાં (પાનું-૪૨) જ્ઞાનના સ-સંખ્યાદિ આઠ ભેદો જ કેમ કહેવામાં આવ્યા છે, ઓછા કે વધારે કેમ કહ્યા નથી ?
ઉત્તર:- નીચેના આઠ પ્રકારનો નિષેધ કરવા માટે તે આઠ ભેદો કહેવામાં આવ્યા છે.:
૧. નાસ્તિક કહે છે કે “કોઈ વસ્તુ છે જ નહિ.' તેથી “સ” સાબિત
કરવાથી તે નાસ્તિકની દલીલ તોડી નાંખી. ૨. કોઈ કહે છે કે “વસ્તુ એક જ છે, તેમાં કોઈ પ્રકારના ભેદ નથી.”
સંખ્યા” સાબિત કરવાથી તે દલીલ તોડી નાંખી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com