________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪]
[ મોક્ષશાસ્ત્ર જીવના પાંચ ભાવોમાંથી ઔદયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક એ ત્રણ ભાવો(પરિણામો) જ અવધિજ્ઞાનનો વિષય થાય છે; અને જીવના બાકીના-ક્ષાયિક તથા પરિણામિક એ બે ભાવો તથા ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય અરૂપી પદાર્થ છે તે અવધિજ્ઞાનના વિષયભૂત થતા નથી.
આ જ્ઞાન સર્વ રૂપી પદાર્થોને અને તેના કેટલાક પર્યાયોને જાણે છે એમ સમજવું. || ર૭ ના
મન:પર્યયજ્ઞાનનો વિષય
તદ્દનંતમા મન:પર્યવસ્થા. ૨૮ અર્થ:- [ તન અનંતમાને] સર્વાવધિજ્ઞાનના વિષયભૂત રૂપી દ્રવ્યના અનંતમાં ભાગે [ મન:પર્યય] મન:પર્યયજ્ઞાનનો વિષય-સંબંધ છે.
ટીકા પરમઅવધિજ્ઞાનના વિષયભૂત જે પુગલસ્કંધ છે તેનો અનંતમો ભાગ કરતાં જે એક પરમાણુ માત્ર થાય છે તે સર્વાવધિનો વિષય છે, તેનો અનંતમો ભાગ ઋજુમતિ-મન:પર્યયજ્ઞાનનો વિષય છે અને તેનો અનંતમો ભાગ વિપુલમતિમન:પર્યયનો વિષય છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૪૭૩)
સૂત્ર ૨૭-૨૮ નો સિદ્ધાંત અવધિજ્ઞાનનો અને મન:પર્યયજ્ઞાનનો વિષય રૂપી છે એમ અહીં કહ્યું છે. અધ્યાય ૨ ના સૂત્ર ૧ માં આત્માના પાંચ ભાવો કહ્યા છે તેમાંથી ઔદયિક, ઔપથમિક તથા ક્ષાયોપથમિક એ ત્રણ ભાવો આ જ્ઞાનનો વિષય થાય છે એમ સૂત્ર ૨૭ માં કહ્યું છે, તેથી નક્કી થાય છે કે પરમાર્થ તે ત્રણ ભાવો રૂપી છે-એટલે કે અરૂપી આત્માનું સ્વરૂપ તે નથી. કેમકે આત્મામાંથી તે ભાવો ટળી શકે છે અને જે ટળી શકે તે પરમાર્થે આત્માનું હોય નહિ. “રૂપી” ની વ્યાખ્યા અધ્યાય ૫ ના સૂત્ર ૫ માં આપી છે, ત્યાં પુદ્ગલ “રૂપીછે-એમ કહ્યું છે અને પુદ્ગલ સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા છે એમ અધ્યાય ૫ સૂત્ર ર૩ માં કહ્યું છે. શ્રી સમયસારની ગાથા ૫૦ થી ૬૮ તથા ૨૦૩ માં વર્ણાદિથી ગુણસ્થાન પર્યંતના ભાવો પુદ્ગલદ્રવ્યના પરિણામ હોવાથી જીવની અનુભૂતિથી ભિન્ન છે માટે તે જીવ નથી એમ કહ્યું છે, તે જ સિદ્ધાંત આ (વ્યવહાર) શાસ્ત્રમાં ઉપર કહેલાં ટૂંકાં સૂત્રો દ્વારા પ્રતિપાદન કર્યો છે.
| [ જુઓ, સમયસાર પૃ. ૮ર થી ૧૦૨ તથા ર૬૧]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com