________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૨૬-૨૭]
| [ ૭૩ વિષયનો ભેદ સૂત્ર ૨૭-૨૮ ની ટીકામાં આપ્યો છે; તથા સૂત્ર ૨૨ ની ટીકામાં અવધિજ્ઞાનનો, અને સૂત્ર ૨૩ ની ટીકામાં મન:પર્યયજ્ઞાનનો વિષય આપ્યો છે, તે ઉપરથી આ ભેદ સમજી લેવા. ૨૫.
મતિ-શ્રુત જ્ઞાનનો વિષય मतिश्रुतयोर्निबंधो द्रव्येष्वसर्वपर्यायेषु।। २६ ।। અર્થ - [ગતિશ્રતયો: ] મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો [ નિયંઘ: ] વિષયસંબંધ સર્વપર્યાયવુ] સર્વ પર્યાયોથી રહિત [દ્રવ્યy] જીવ-પુદ્ગલાદિ સર્વે દ્રવ્યો છે.
ટીકા
મતિ અને શ્રુતજ્ઞાન રૂપી–અરૂપી સર્વે દ્રવ્યોને જાણે છે, પણ તેના સર્વે પર્યાયોને જાણતાં નથી, તેના વિષય-સંબંધ સર્વે દ્રવ્યો અને તેના કેટલાક પર્યાયો સાથે હોય છે.
આ સૂત્રમાં ‘દ્રભેપુ' શબ્દ વાપર્યો છે તેથી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ સમસ્ત દ્રવ્યો સમજવો; તેના કેટલાક પર્યાયો આ જ્ઞાન જાણે છે, સર્વ પર્યાયોને નહિ.
પ્રશ્ન:- જીવ, ધર્માસ્તિકાય વગેરે અમૂર્તદ્રવ્યો છે તેને મતિજ્ઞાન કેમ જાણે કે જેથી મતિજ્ઞાન સર્વ દ્રવ્યોને જાણે એમ કહી શકાય?
| ઉત્તર- અનિન્દ્રિય (મન) ના નિમિત્તે અરૂપી દ્રવ્યોનું અવગ્રહ, ઇહા, અવાય અને ધારણારૂપ મતિજ્ઞાન પ્રથમ ઊપજે છે, પછી તે મતિજ્ઞાન પૂર્વક શ્રુતજ્ઞાન સર્વ દ્રવ્યને જાણે છે અને પોતપોતાને યોગ્ય પર્યાયોને તે જાણે છે-એમ સમજવું. આ બંને જ્ઞાનોવડે જીવને પણ યથાર્થપણે જાણી શકાય છે. તે ર૬ /
અવધિજ્ઞાનનો વિષય
પષ્યવધેડા ૨૭ ા અર્થ:- [ અવધે: ] અવધિજ્ઞાનનો વિષય-સંબંધ [ વિષ] રૂપી દ્રવ્યોમાં છે અર્થાત્ અવધિજ્ઞાન રૂપી પદાર્થોને જાણે છે.
ટીકા જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તે પુદ્ગલ દ્રવ્ય ( રૂપી દ્રવ્ય ) છે; પુદ્ગલ દ્રવ્યથી સંબંધ રાખવાવાળા સંસારી જીવને પણ આ જ્ઞાનના હેતુ માટે રૂપી કહેવામાં આવે છે. [ જુઓ સૂત્ર ૨૮ નીચે ટીકા ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com