________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ મોક્ષશાસ્ત્ર સૂત્ર ૧૧ થી ૨૦ સુધીનો સિદ્ધાંત જીવને સમ્યગ્દર્શન થતાં જ સમ્યકમતિ અને સમ્યકશ્રુતજ્ઞાન થાય છે. સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યજ્ઞાન કાર્ય છે-એમ સમજવું આ સમ્યક્રમતિ અને શ્રુતજ્ઞાનના જે ભેદ આપ્યા છે તે જ્ઞાનની વિશેષ નિર્મળતા થવા માટે આપ્યા છે; પણ તે ભેદમાં અટકી, રાગમાં રોકાઈ રહેવા માટે આપ્યા નથી, માટે તે ભેદોનું સ્વરૂપ જાણી જીવે પોતાના ત્રિકાળી અખંડ અભેદ ચૈતન્યસ્વભાવ તરફ વાળી નિર્વિકલ્પ થવાની જરૂર છે. / ૨૦ાા
અવધિજ્ઞાનનું વર્ણન भवप्रत्ययोऽवधिदेवनारकाणाम्।।२१।। અર્થ- [ મવપ્રત્યય: ] ભવપ્રત્યય નામનું [સવ: ] અવધિજ્ઞાન [વેવનારાણાન્] દેવ અને નારકીઓને હોય છે.
ટીકા (૧) અવધિજ્ઞાનના બે ભેદ છે:- ૧-ભવપ્રત્યય, ર-ગુણપ્રત્યય. કારણ અને નિમિત્ત
એ ત્રણ કાર્યવાચક શબ્દો છે. અહીં “ભવપ્રત્યય' શબ્દ બાહ્ય નિમિત્તની અપેક્ષાએ કહેલ છે, અંતરંગ નિમિત્ત તો દરેક પ્રકારના અવધિજ્ઞાનમાં
અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. (૨) દેવ અને નારકપર્યાય ધારણ કરતાં, જીવને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે
ભવપ્રત્યય કહેવાય છે. જેમ પક્ષીઓમાં જન્મ થવો તે જ આકાશમાં ગમનનું નિમિત્ત છે, નહિ કે શિક્ષા, જપ, તપ આદિક; તેમજ નારકી અને દેવના પર્યાયમાં ઉત્પત્તિમાત્રથી અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. [ અહીં સમ્યજ્ઞાનનો વિષય છે તોપણ અહીં સમ્યક કે મિથ્યાના ભેદ વગર સામાન્ય અવધિજ્ઞાનને માટે
‘ભવપ્રત્યય’ શબ્દ વાપર્યો છે. ] (૩) ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ, નારકી તથા તીર્થકરોને (છબસ્થ દશામાં) હોય
છે, તે નિયમથી દેશાવધિ હોય છે; તે સમસ્ત પ્રદેશથી ઉત્પન્ન થાય છે. (૪) “ગુણપ્રત્યય”—કોઈ ખાસ પર્યાય (ભવ) ની અપેક્ષા ન રાખતાં, જીવના
પુરુષાર્થ વડ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યય અથવા ક્ષયોપશમનિમિત્તક કહેવાય છે. | ૨૧ IT
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com