________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦]
મોક્ષશાસ્ત્ર આ નિયમને અનુસરીને ઈહામાં જ્ઞાનનો અધિકાંશ વિષયનો સત્યાંશગ્રાહી જ હોય છે તેથી ઈહાને સત્યજ્ઞાનમાં ગણવામાં આવ્યું છે.
“ધારણા” અને “સંસ્કાર” સંબંધી ખુલાસો શંકા-ધારણા નામ કોઈ ઉપયોગ જ્ઞાનનું છે કે સંસ્કારનું?
શંકાકારની દલીલ - જો ઉપયોગરૂપ જ્ઞાનનું નામ ધારણા હોય તો, તે ધારણા સ્મરણને ઉત્પન્ન કરવાને સમર્થ નહિ થાય, કેમકે કાર્ય-કારણરૂપ પદાર્થોમાં પરસ્પર કાળનું અંતર રહી શકતું નથી. ધારણા ક્યારે થાય છે અને સ્મરણ ક્યારે, તેમાં કાળનું મોટું જ અંતર પડે છેજો તેને (ધારણાને ) સંસ્કારરૂપ માની સ્મરણના સમય સુધી વિદ્યમાન માનવાની કલ્પના કરીએ તો તે પ્રત્યક્ષનોભેદ થતો નથી. કેમકે સંસ્કારરૂપ જ્ઞાન પણ સ્મરણની અપેક્ષાએ મલિન છે; સ્મરણ ઉપયોગરૂપ હોવાથી પોતાના સમયમાં તે બીજો ઉપયોગ થવા દેતું નથી અને પોતે કાંઈક વિશેષ જ્ઞાન ઉત્પન્ન કરે છે પરંતુ ધારણા સંસ્કારરૂપ હોવાથી તેના રહેવા છતાં પણ અન્ય-અન્ય અનેક જ્ઞાનો ઉત્પન્ન થતા રહે છે અને સ્વયં તે ધારણા તો અર્થનું જ્ઞાન જ કરાવી શકતી નથી. [ આ શંકાકારની દલીલ છે, હવે તેનું સમાધાન કરે છે.)
સમાધાનઃ- “ધારણા” ઉપયોગરૂપ જ્ઞાનનું નામ પણ છે અને સંસ્કારનું પણ નામ છે. ધારણાને પ્રત્યક્ષ જ્ઞાનમાં ગણી છે અને તેની ઉત્પત્તિ પણ અવાયની પછી જ થાય છે, તેનું સ્વરૂપ પણ અવાયની અપેક્ષાએ અધિક દઢરૂપ છે, તેથી તેને ઉપયોગરૂપ જ્ઞાનમાં ગર્ભિત કરવું જોઈએ.
તે ધારણા સ્મરણને ઉત્પન્ન કરે છે અને કાર્યના પૂર્વ ક્ષણ માં કારણ રહેવું જ જોઈએ માટે તેને સંસ્કારરૂપ પણ કહી શકાય છે. તાત્પર્ય એ છે કે જે સ્મરણના સમય સુધી રહે છે તેને કોઈ કોઈ જગ્યાએ ધારણાથી જુદું ગણાવ્યું છે અને કોઈ કોઈ જગ્યાએ ધારણાના નામથી કહ્યું છે. ધારણા તથા તે સંસ્કારમાં કારણ-કાર્ય સંબંધ છે. તેથી જ્યાં ભેદવિવક્ષા મુખ્ય હોય ત્યાં જુદાં ગણવામાં આવે છે અને જ્યાં અભેદવિવેક્ષા મુખ્ય હોય ત્યાં જુદાં નહિ ગણતાં કેવળ ધારણાને જ સ્મરણનું કારણ કહ્યું છે.
ચાર ભેદોની વિશેષતા એ રીતે અવગ્રહ, ઈહાઅવાય અને ધારણા એ ચાર મતિજ્ઞાનના ભેદો છે; તેનું સ્વરૂપ ઉત્તરોત્તર તરતમ-વધારે વધારે શુદ્ધ હોય છે અને તેને પૂર્વ-પૂર્વ જ્ઞાનનું કાર્ય સમજવું જોઈએ. એક વિષયની ઉત્તરોત્તર વિશેષતા તેના દ્વારા જાણવામાં આવે છે, તેથી તે ચારે જ્ઞાનોને એક જ જ્ઞાનના વિશેષ પ્રકાર પણ કહી શકાય છે. મતિ-સ્મૃતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com