________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
[મોક્ષશાસ્ત્ર પ્રશ્ન:- સાંવ્યવહારિક મતિજ્ઞાનનું નિમિત્તકારણ ઇઢિયાદિ કહ્યું તેમ (શેય) પદાર્થ અને અજવાળાને નિમિત્તકારણ કેમ કહ્યાં નથી ?
પ્રશ્નકારની દલીલ - અર્થ-વસ્તુથી પણ જ્ઞાન ઊપજે છે; અને પ્રકાશથી પણ જ્ઞાન ઊપજે છે; તેને નિમિત્ત કહેવામાં ન આવે તો બધાં નિમિત્તકારણો આવી જતાં નથી, તેથી સૂત્ર અપૂર્ણ રહે છે. સમાધાન:- આચાર્ય ભગવાન કહે છે કેनार्थालोकौकारणं परिच्छेद्यत्वात्तमोवत्।।
(બીજો સમુદેશ) અર્થ:- અર્થ (વસ્તુ) અને આલોક (પ્રકાશ) એ બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષનું કારણ નથી, પણ તે માત્ર પરિચ્છેદ્ય ( જ્ઞય-જાણવા યોગ્ય) છે, જેમ અંધકાર શેય છે તેમ જ તે જ્ઞય છે.
આ ન્યાય સમજાવવા માટે ત્યારપછી સાતમું સૂત્ર આપ્યું છે તેમાં જણાવ્યું છે ક-અર્થ અને આલોક હોય ત્યારે જ્ઞાન ઊપજે જ અને ન હોય ત્યારે ન ઊપજે એવો નિયમ નથી. તેનાં દષ્ટાંતો:
દષ્ટાંત-(૧) - એક માણસના માથા ઉપર મચ્છરનો સમૂહું ઊડતો હતો પણ બીજાએ તેને વાળનો ઝૂમખો દીઠો-જાણો; અહીં અર્થ (વસ્તુ) જ્ઞાનનું કારણ ન થયું,
દષ્ટાંત-(૨)- અંધારામાં બિલાડી, ચોર, રાતના ચરનારા વગેરે દેખે છે, તેથી જ્ઞાન થવામાં પ્રકાશ કારણ આવ્યું નહિ.
ઉપર દષ્ટાંત ૧ માં તો મચ્છરોનો સમૂહ હતો છતાં જ્ઞાન તો કેશ (વાળ) ના ઝૂમખાનું થયું; જો અર્થ જ્ઞાનનું કારણ હોય તો કેશના ઝૂમખાનું જ્ઞાન કેમ થયું અને મચ્છરોના સમૂહનું જ્ઞાન કેમ ન થયું? અને દષ્ટાંત ૨ માં બિલાડી આદિને અંધારામાં જ્ઞાન થયું; જો પ્રકાશ જ્ઞાનનું કારણ હોય તો તેને અંધારામાં જ્ઞાન કેમ થયું?
પ્રશ્ન- ત્યારે આ મતિજ્ઞાન શું કારણે થાય છે?
ઉત્તર- ક્ષાયોપથમિક જ્ઞાન (ઉઘાડ) ની યોગ્યતાને અનુસરીને જ્ઞાન થાય છે; જ્ઞાન થવાનું એ કારણ છે. જ્ઞાનના તે ઉઘાડને અનુસરીને આ જ્ઞાન થાય છે, વસ્તુને અનુસરીને થતું નથી, તેથી વસ્તુ જ્ઞાન થવામાં નિમિત્તકારણ નથી એમ સમજવું. આગળ સૂત્ર ૯ માં આ ન્યાય સિદ્ધ કર્યો છે.
જેમ દીપક ઘટ વગેરે પદાર્થોથી ઊપજતો નથી તોપણ તે અર્થનો પ્રકાશક છે. [ સૂત્ર-૮]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com