________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ક્યાંથી થાય? અનુપચરિત સભૂત વ્યવહારનયની તો કબુલાત આવે પણ તેનાથી સૂક્ષ્મ ઉપચરિત સદભૂત વ્યવહારનય છે કારણ કે તેને અનાદિનું શલ્ય પડ્યું છે કે જ્ઞાનનો
સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે એટલે સ્વને જાણતાં પર જણાય જાય છે. આ વ્યવહારનો પક્ષ જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં આવ્યા વિના ઓળંગી શકાતો નથી.
જેમ મોક્ષમાર્ગ એક હોવા છતાં તેનું નિરૂપણ બે પ્રકારે કરેલ છે તેમ પરમાર્થભૂત શેય તો જ્ઞાયક જ છે, એક જ પ્રકારનું શેય હોવા છતાં..પરનો પ્રતિભાસ દેખીને પરને પણ જ્ઞાનનું શેય કહ્યું છે તે તો ઉપચારથી કહ્યું છે. કેમકે પોતાના શેયાકાર જ્ઞાનને જાણે તો યથાર્થ છે; પરંતુ પ્રતિભાસના નિમિત્તને જાણે તો યથાર્થ નથી. નિમિત્તને જાણે છે તેમ કહેવું તે અસભૂત ઉપચરિત વ્યવહાર છે.
સાધક હો કે સિદ્ધ પરમાત્મા હો! તેના જ્ઞાનમાં સ્વ-પર પ્રકાશકપણું કઈ રીતે છે તે સમજવું ઘણું જરૂરી છે. એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય અને વ્યવહાર રહેલો છે. જ્ઞાન પર્યાયની બહાર વ્યવહાર નથી. પોતાના જ્ઞાનમાં શેયાકારનું જ્ઞાન થવું તે પરપ્રકાશકતા છે અને જ્ઞાનનું જ્ઞાનાકારે જાણવું થવું તે સ્વપ્રકાશકતા છે. શેયાકાર અને જ્ઞાનાકાર એવા બે ધર્મોમયી એક જ જ્ઞાનની પર્યાય શેયપણે જણાય છે.
“પૂ. ભાઈશ્રી” આપની એ ભાવના રહેતી કે આ પ્રતિભાસ” માં ઘણો માલ ભર્યો છે. તેમાં સ્વ-પર પ્રકાશકનો ઉકેલ છે તેથી તેનું સ્વરૂપ બહાર આવે તો મિથ્યાત્વના ભૂક્કા થઈ એવો વિસ્ફોટ થાય અને તેના ફળ સ્વરૂપે ક્ષાયિકવત્ સમ્યગ્દર્શન થાય એવું છે. “પ્રતિભાસ બેનો અને લક્ષ એકનું-” આ મહાસિદ્ધાંતનું સેવન થતાં...જ્ઞાન શેયોથી વ્યાવૃત થઈ અને જાનહારની સન્મુખ થઈને સાક્ષાત અમૃતના ભોજી થશે- “અમૃત વરસ્યા રે પંચમકાળમાં.”
મંગલ જ્ઞાન દર્પણ” ભાગ-૧ એ અનુપમ કૃતિનું સંકલન કરવાનું કાર્યભાર આત્માર્થી બા.બ્ર.શોભનાબેન જે. શાહ (રાજકોટ) સહર્ષ સ્વીકારી અને ત્વરાએ કાર્ય પૂર્ણ કરવા બદલ આ સંસ્થા તેમનો ખૂબ-ખૂબ આભાર માને છે. આ પુસ્તકમાં અજાણતા કોઈ ક્ષતિ કે તૃટિ રહી હોય તો તે અમારી પ્રજ્ઞાનો દોષ છે અને પાઠકગણ મુમુક્ષુને વિનંતી કે એ ઉપર અમારું લક્ષ જરૂર ખેંચે. જેથી ભવિષ્યમાં અમો વિશેષ કાળજી લઈ શકીએ. આ પુસ્તકના સંકલનમાં લખાણમાં અને પ્રફરીડિંગમાં જેમણે સહ્યોગ આપ્યો છે તે સર્વેનો સંસ્થા આભાર માને છે.
દાનરાશિ :- “મંગલ જ્ઞાન દર્પણ” ભાગ-૧ એ પુસ્તક પ્રકાશન પેટે નીચેના નામે દાનરાશિ પ્રાપ્ત થયેલ છે.