________________
૪૩
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પરિશિષ્ટ વિભાગ-૩ જ્ઞાન સ્વભાવ
લેખક શ્રી યુગલકિશોરજી. “યુગલ”
એમ. એ. સાહિત્યરત્ન કોટાજ્ઞાન આત્માનો સાર્વકાલિક સ્વભાવ છે, તે આત્માની એક અસાધારણ શક્તિ તથા લક્ષણ પણ છે. અનંત જડ-ચેતન - તત્ત્વોના સમુદાય સ્વરૂપ એવા આ વિશ્વમાં જ્ઞાનથી જ ચેતનની ભિન્ન ઓળખાણ થાય છે. તે આત્માનો એક મુખ્ય ગુણ છે જે વિશ્વનું સવિશેષ સાર્વકાલિક પ્રતિભાસન કરે છે. આત્માના અનંત ગુણ તથા ધર્મ પણ જ્ઞાનમાં જ પ્રતિબિંબિત થાય છે, જાણે કે જ્ઞાનમાં જ આત્માનું સર્વસ્વ સમાઈ રહ્યું હોય.
શ્રી સમયસાર પરમાગમમાં આત્માને જ્ઞાન માત્ર જ કહ્યો છે. લોકમાં પણ કોઈ એક એવી વિશેષતાની અપેક્ષાએ કોઈ વ્યક્તિને સંબોધિત કરવાની પદ્ધતિ છે કે જે તેનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરી શકે. જેમ કોઇ વ્યક્તિને ન્યાયધીશના નામથી સંબોધવામાં આવે છે. ન્યાયધીશપણું તેની એક એવી વિશેષતા છે કે જેથી તે બધા મનુષ્યોથી ભિન્ન ઓળખાઈ આવે છે. જો કે તેનામાં અન્ય સામાન્ય મનુષ્યો જેવી તથા વ્યક્તિગત પોતાની અનેક વિશેષતાઓ પણ છે. તે કેવળ ન્યાયાધીશ જ નથી પરંતુ ન્યાયાધીશ સંજ્ઞામાં તેનું સંપૂર્ણ સામાન્ય – વિશેષ વ્યક્તિત્વ ગર્ભિતપણે આવી જાય છે. તેથી ન્યાયધીશ શબ્દ તેનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે. અર્થાત્ તે વ્યક્તિ જે કાંઈ છે તે બધું ન્યાયાધીશપણામાં સમાઈ ગયું છે. એ જ રીતે જ્ઞાન આત્માના અનંત ગુણ ધર્મો સમાન જો કે આત્માનો એક વિશેષ ગુણ જ છે. પરંતુ તેના વિના આત્મા ઓળખાતો જ નથી. જ્ઞાનનો વ્યાપાર પ્રગટ અનુભવમાં આવે છે. અન્ય શક્તિઓમાં એ વિશેષતા નથી. તેથી “ઉપયોગો સલામ’ ની છાયામાં અનંત પદાર્થોના સમુદાયરૂપ એવા આ મિશ્રિત વિશ્વમાં જ્ઞાનથી જ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ સિદ્ધ થાય છે. કેવળ આત્માના જ નહિ પરંતુ જગતના અસ્તિત્વની સિદ્ધિ પણ જ્ઞાન જ કરે છે. જ્ઞાન જગતના નિગૂઢતમ રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. તેથી જ્ઞાન જ આત્માનું સર્વસ્વ છે અને તેના વિના વિશ્વમાં આત્મા સંજ્ઞાવાળા કોઈ ચેતનતત્ત્વની કલ્પના જ વ્યર્થ છે. જ્ઞાનનો સ્વભાવ હૃદયંગમ કરી લેતાં સંપૂર્ણ આત્મસ્વભાવની સમજણ જ સુલભ થઈ જાય છે. તેથી પ્રજ્ઞાવંત આચાર્ય કુંદકુંદે પોતાના સમયસાર પરમાગમમાં જ્ઞાન માત્ર જ કહ્યો છે. જ્ઞાન-માત્ર કહેવામાં આત્માના માત્ર જ્ઞાન-ગુણની જ નહીં, પરંતુ અનંત ગુણ ધર્મોના સમુદાયરૂપ એક અખંડ જ્ઞાયક આત્માની જ પ્રતીતિ થાય છે. જ્ઞાનની સ્મૃતિ – માત્રમાં જ અખંડ ચેતનતત્ત્વ પોતાની અનંત વિભૂતિઓ સાથે દેષ્ટિમાં આવે છે. જ્ઞાનના એક સમયના પરિણમનને જુઓ!તેમાં આત્માનું સર્વસ્વ જ પરિણમેલું છે, તેથી આત્મા જાણે કે જ્ઞાન જ છે, અન્ય કાંઈ નહિ. આ રીતે ગુણ-ગુણીની અભેદદષ્ટિમાં જ્ઞાન આત્મા જ છે.