SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ૩૯૧ સ્વચ્છત્વ શક્તિ [ ] અનંત શક્તિઓવાળા આત્માના આધારે ધર્મ થાય છે, તેથી તેની શક્તિઓ વડે તેને ઓળખવા માટે આ વર્ણન ચાલે છે. આત્માના ઉપયોગમાં લોકાલોક જણાય એવો તેનો સ્વચ્છ સ્વભાવ છે. બહારમાં શ૨ી૨ને ધોવાથી આત્માની સ્વચ્છતા થાય-એમ નથી; સ્વચ્છતા તો આત્માનો જ ગુણ છે; તે ક્યાંય બહા૨થી આવતી નથી. અજ્ઞાનીઓ ચૈતન્યના સ્વચ્છ સ્વભાવને ભૂલીને શરીરની સ્વચ્છતામાં ધર્મ માને છે, ને શ૨ી૨ની અશુચિ થતાં જાણે કે પોતાના આત્મામાં મલિનતા લાગી ગઈ એમ તે માને છે; પણ આત્મા તો સ્વયં સ્વચ્છ છે, તેના ઉપયોગમાં લોકાલોક જણાય છતાં તેને મલિનતા ન લાગે એવો તેનો સ્વચ્છ સ્વભાવ ત્રિકાળ છે. હે જીવ ! તારી સ્વચ્છતા એવી છે કે તેમાં જગતનો કોઈ પદાર્થ જણાયા વગર રહે નહીં. જેમ અરીસાની સ્વચ્છતામાં બધું દેખાય છે તેમ સ્વચ્છત્વ શક્તિને લીધે આત્માના ઉપયોગમાં લોકાલોક જણાય છે. શ૨ી૨ તો જડ છે તેનામાં કોઈને જાણવાની તાકાત નથી, રાગાદિ ભાવોમાં પણ એવી સ્વચ્છતા નથી કે તે કોઈને જાણી શકે, તે તો આંધળા છે, આત્મામાં જ એવી સ્વચ્છતા છે કે તેના ઉપયોગમાં બધુંય જણાય છે. સ્વચ્છતાને લીધે આત્માનો ઉપયોગ જ લોકાલોકના જ્ઞાનપણે પરિણમી જાય છે. શરીર સ્વચ્છ હોય તો આત્માના ભાવ નિર્મળ થાય એમ નથી. જગતના બધા પદાર્થો મા૨ા ઉપયોગમાં જણાય ભલે, પણ તે કોઈ પદાર્થ મારી સ્વચ્છતાને બગાડવા સમર્થ નથી. બહારના પદાર્થો કાંઈ જ્ઞાનમાં આવી જતા નથી, પણ જ્ઞાનના ઉપયોગનો એવો મેચક સ્વભાવ છે કે સમસ્ત પદાર્થોના જ્ઞાનપણે તે પરિણમે છે, છતાં પોતે સ્વચ્છતાને છોડતો નથી. જેણે પોતાના આવા પવિત્ર ઉપયોગ સ્વભાવની પ્રતીત કરી તે જીવ સ્વ સન્મુખતાથી પર્યાય-પર્યાયે પવિત્રતાને પ્રગટ કરતો કેવળજ્ઞાનની સન્મુખ થતો જાય છે. લોકાલોકને દેખવા માટે જીવને ક્યાંય બહાર જોવું નથી પડતું, પણ જ્યાં જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં લીન થઈને સ્વચ્છપણે પરિણમ્યો ત્યાં તેની સ્વચ્છતામાં લોકાલોક આપો આપ આવીને ઝળકે છે. વસ્તુપાળ તેજપાળના સંબંધમાં એમ વાત આવે છે કે– એકવાર ચોરના ભયથી ઘરેણાં વગેરે મિલ્કત દાટવા માટે જમીનમાં ખાડો ખોદતા હતા, ત્યાં તે ખાડામાંથી જ સોનામહોરોના નિધાન નીકળી પડયા. તે જોઈને તેમની સ્ત્રીઓ કહે છે કે અરે ! આપણે તે કાંઈ જમીનમાં દાટવાનું હોય ? જ્યાં પગલે પગલે નિધાન નીકળે છે ત્યાં દાટવાનું શું હોય ? માટે આ લક્ષ્મીને એવી રીતે વાપરો કે જે કોઈ ચોરી ન શકે. – આ ઉ૫૨થી પછી તેઓએ મંદિરો બંધાવ્યા. તેમ અહીં ચૈતન્યમાં એવી ઉપયોગ લક્ષ્મીનો ભંડાર ભર્યો છે કે અંતર્મુખ ઊંડા ઊતરીને તેને ખોદતાં કેવળજ્ઞાનનાં નિધાન પ્રગટે છે, ને લોકાલોક આવીને તેમાં ઝળકે છે. તે ઉપયોગની સ્વચ્છતાને કોઈ ચોરી જઈ શકતું નથી. જેના સ્વભાવમાં આવાનિધાન ભર્યા તેને વળી કોઈ ૫૨નો
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy