SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અવયવી ( –કેવળજ્ઞાન ) પ્રત્યક્ષ જ છે. લોકો પણ વસ્તુનો અંશ જોવા છતાં આખી વસ્તુને પ્રત્યક્ષ જોઈ એમ કહે છે. જેમ કોઈ બંદ૨ ઉ૫૨ મોટો દરિયો ઊછળતો જુએ, પુનમની ભરતીનાં મોજાં ઉછળતા જુએ, ત્યારે બીજો કોઈ તેને પૂછે કે ભાઈ ! કેટલો દરિયો જોયો ? ત્યારે તરત જ કહે છે કે–મેં તો આખે આખો દરિયો જોયો. ત્યારે પૂછના૨ કહે કે દરિયાનાં મોટા માછલાંમગરમચ્છ વગેરે બધું નજરે જોયું ? તો કહે કે –“મને તો એવો વિકલ્પ પણ નહોતો ઊઠયો, આખો જ નજરે જોયો એમાં શંકા જ નહોતી ઊઠી, આખા અને અંશ વચ્ચેનો ભેદ જ નથી.” એમ અંશ જોવા છતાં પણ આખાને જોયું એમાં શંકા કરતો નથી. ત્યાં એ નિશંકતા ક્યાંથી આવી ? તેમ ચૈતન્ય આત્મા આખો અનંત ગુણોથી ભરચક પડયો છે, તેનો એક અંશ પ્રત્યક્ષ જોયો ત્યાં પૂર્ણ વસ્તુની શંકા જ નથી. ૫૨ને જોયું તેમાં આખા અને ઊણાનો ભેદ જ પાડતો નથી તો સ્વ દ્રવ્યમાં આખી વસ્તુનો એક અંશ ઊધડયો ત્યાં પરિપૂર્ણ અને અંશ એવા ભેદ જ કોણ જાણે છે! અખંડ પરિપૂર્ણ જ છે તેમાં શંકા જ નથી ને ! ત્રણલોકનો નાથ, ચૈતન્યગંજ આનંદનો સાગર છું, તેની પ્રતીત થઈ તેમાં વળી અંશ ઊઘડયો કે આખો તેના ભેદ જ ક્યાં છે ? અવસ્થા દ્વારા એક જ સામાન્યનું લક્ષ છે. અહોહો ! જયધવલા ! જયધવલા ! ગજબ કરી છે. જ્યાં હાથમાં આવ્યું અને આ વિષય નજરે પડયો ત્યાં થયું કે –આહાહા ! ઓછી વસ્તુ જોઈ (દેખી ) એવું છે જ ક્યાં ? પૂર્ણનો જ સ્વીકા૨ છે. બહા૨ની વસ્તુમાં પણ અંશ જુએ છતાં આખાનો સ્વીકાર કરી લ્યે છે. એક લાખ રૂપિયાની લોનનો કાગળિયો હાથમાં આવે, ત્યાં તો માત્ર એક કાગળનો કટકો જ પ્રત્યક્ષ જુએ છતાં કહે છે કે “આ લોનમાંથી લાખ રૂપિયા મળશે, જ્યારે જોઈએ ત્યારે આ લોનના લાખ રૂપિયાની સ૨કા૨ ના ન પાડે,” એમ રૂપિયા લાવ્યા પહેલાં જ નક્કી કરે છે; તેમ આત્મામાં પણ અંશ પ્રત્યક્ષ છે ત્યાં આખી વસ્તુ પ્રત્યક્ષ જ છે, તેમાં ઊણા અધુરાનું લક્ષ કરતો જ નથી. અભેદ દૃષ્ટિના જ્ઞાનના પ્રત્યક્ષના જોરે નિર્મળદશા સહજ થાય છે. અહો ! કેવળીનાં મુખમાં રહસ્યનો પોકાર આ જયધવલામાં કર્યો છે. કેવળીની જ વાત મૂકી છે. “હું અને તું સ૨ખા” બોલ ! આ વાત બેસે છે ? જો કહે ‘હા’ તો હાલ્યો આવ ! જ્ઞાનના પ્રત્યક્ષના જોરે દ્વેતપણું છે– એટલે પરિપૂર્ણ વસ્તુને જાણે છે અને વર્તમાન પર્યાયને પણ જાણે છે, છતાં જે દર્શનનું સામાન્ય જોર છે તેમાંથી પોકા૨ ઊઠે છે કે “નહીં રે નહીં, ભેદ નહીં. અવસ્થાના અંશમાં આખી વસ્તુ જ આવી ગઈ છે. આખી વસ્તુ પ્રત્યક્ષ ન હોય તો વસ્તુનો અંશ પ્રત્યક્ષ છે' એમ કહેવું પણ ખોટું ઠરે છે, કેમકે વસ્તુ જોયા વિના ‘આ અંશ વસ્તુનો છે’ એમ નક્કી શી રીતે કર્યું ? તેથી અંશમા આખી વસ્તુ પ્રત્યક્ષ છે. હા પાડ અને હાલ્યો આવ ! હા જ પાડ” . બંધાણી જ્યારે કસુંબો પીએ ત્યારે કોઈ “ આવ્યો, આવ્યો” એમ કહે તો જ તેને નશો ચડે; તેમ અહીં સ્વભાવમાંથી જોર ચડે છે કે –“પૂર્ણ છું પૂર્ણ છું” પરિપૂર્ણ જ છું”
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy