________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૫૯
વસ્તુનો પ્રતિભાસ થાય છે, વસ્તુ જેવી છે તેવી જ્ઞાનમાં પ્રતિભાસે છે. ૫૨ ત૨ફથી વલણ છૂટીને સ્વ તરફ ઝૂકે છે ત્યાં એ જ્ઞાન પર્યાયમાં એટલી તાકાત છે કે—સારીયે વસ્તુનો અખંડ પ્રતિભાસ પર્યાયમાં આવી જાય છે.
વળી કેવી છે વસ્તુ ? અનંત છે, વિજ્ઞાનઘન છે કે જેમાં વિકલ્પનો પણ પ્રવેશ નથી. ૫૨માત્મસ્વરૂપ છે એવો જે સમયસાર તેનો આત્મા જ્યારે અનુભવ કરે છે એટલે કે આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે તે સમયે જ આત્મા સમ્યપણે દેખાય છે અને જણાય છે.
જ્યારે આત્મા પોતાના ૫૨માત્માનો પર્યાયમાં અનુભવ કરે છે તે કાળે આત્માની સભ્યશ્રદ્ધા થાય છે. જ્યારે પર્યાયમાં અખંડનો પ્રતિભાસ થાય છે ત્યારે આત્માની સમ્યક્ શ્રદ્ધા થાય છે. ત્રિકાળી પરિપૂર્ણ વસ્તુ, વિજ્ઞાનઘન જેને ભાવબંધ ને ભાવમોક્ષની પણ અપેક્ષા નથી એવી અખંડ વસ્તુનો પોતાના પુરુષાર્થથી જ્યારે આત્મા અનુભવ કરે છે તે કાળે આત્મા સમ્યક્ પ્રકારે શ્રદ્ધાય છે. એમ ને એમ સાંભળે તેમ નહીં, પણ જ્યારે અનુભવ કરે છે ત્યારે આત્મા શ્રદ્વાય છે.
( આત્મધર્મ અંક ૩૯૭ પેઈજ નં-૧૨ ) [ ] ભગવાન ૫રમાત્માના એક સમયના કેવળજ્ઞાન પર્યાયની એટલી તાકાત છે કે, તેમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય-પર્યાય સહિત ત્રણલોકના સર્વ પદાર્થોના દ્રવ્ય-પર્યાય એક સાથે જણાય છે. જ્ઞાન સર્વનું અંતર્યામિ છે. જ્ઞાનની પરિણતિ સર્વાકાર છે એટલે કે તેમાં પોતાનો ત્રિકાળી સ્વભાવ, પર્યાય સ્વભાવ અને જગતના દરેક પદાર્થો—તેની ત્રણકાળની પર્યાય સહિત એક સાથે જણાય છે. આવું જ્ઞાનનું સ્વરૂપ જાણી જ્ઞાનનું આરાધન કરો. (આત્મધર્મ અંક ૫૭૩, પેઈજ નં-૯ ) [ ] આ રીતે, સર્વ વ્યાપક જ્ઞાન અર્થાત્ સર્વને પહોંચી વળતું નિર્વાણી જ્ઞાન-કેવળજ્ઞાન કે જેમાં સર્વ પદાર્થ ઝલકે છે એવો જેનો પ્રગટરૂપ સ્વભાવ છે તે જ્ઞાન જેનું છે એવો શુદ્ધ ભગવાન આત્મા ઉપાદેય છે. એ જ દૃષ્ટિમાં અંગીકાર કરવા લાયક છે.
( આત્મધર્મ અંક ૫૭૩, પેઈજ નં-૧૦)
[ ] કેટલાકને એમ પ્રશ્ન થાય છે કે– સિદ્ધ થયા પછી પણ લોકાલોકનું જ્ઞાન હોય તો તો કેટલી ઉપાધિ રહે ! અહીં બે-પાંચ ઘ૨નું ધ્યાન રાખીએ છીએ ત્યાં કંટાળી જઈએ છીએ તો સિદ્ધને કેટલી ઉપાધિ ? અરે ભાઈ ! સિદ્ધને ઉપાધિ નથી. જ્ઞાનનો જે સ્વભાવ છે તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ ગયો છે તે કોને ન જાણે ! અને તે પણ ભગવાનને કાંઈ ઉપયોગ બહાર મૂકવો પડતો નથી. પોતાની પર્યાયમાં પૂરું સામર્થ્ય પ્રગટ થયું, તેમાં ઉપયોગ મૂકયા વગર લોકાલોક જણાય છે. એવું જ પૂર્ણ પર્યાયનું સ્વરૂપ છે તેનાથી કોઈ વિરુદ્ધ માને તો તે આત્માને સમજતા નથી અને સિદ્ધને પણ સમજતા નથી. પાંચ પદને સમજતા નથી અને ભગવાનની આજ્ઞાને પણ સમજતા નથી. એ માટે જ આચાર્યદેવ આ વાતને સિદ્ધ કરે છે. એક એક ગાથા પ્રયોજન સહિત હોય છે.
( આત્મધર્મ અંક ૫૨૩, પેઈજ નં-૭)