________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૧૯ એનું પ્રતિબિંબ દેખાય. જેવી ચીજ છે એવી ત્યાં પ્રતિબિંબિત થાય. એમ મારી પર્યાયમાં એ આખી ચીજ પૂર્ણ પ્રત્યક્ષ દેખાય છે, પ્રત્યક્ષ જણાય છે.
(શ્રી નિયમસારજી ગાથા-૧૦૩, પ્રવચન નં.-૧૧૩, તા. ૨૧/૧૨/૭૯) [G] સહજ શુદ્ધ જ્ઞાન ચેતનાને અતીન્દ્રિયપણે ભોગવતો થકો” સ્વાભાવિક શુદ્ધ
જ્ઞાન ચેતના-જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે. જ્ઞાન સ્વરૂપ એટલે? આ શાસ્ત્રનું જ્ઞાન છે એ નહીં, અંદર ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ જ છે. જેની સત્તામાં આ જણાય... આ.. છે. આ... છે... આ છે... એ જ્ઞાન સત્તા છે. આ (પર) ચીજ જણાતી નથી. ખરેખર તો એ જ્ઞાન જણાય છે. જેનાં અસ્તિત્વમાં જેની હૈયાતિમાં આ જણાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. જેની હૈયાતિમાં જે જાણે છે એ તો જ્ઞાન જાણે છે. જ્ઞાન જ્ઞાનમાં રહી જ્ઞાનને જાણે છે.
( શ્રી નિયમસાર ૧૦૨ ગાથા, તા. ૨૦/૧૨/૭૯, પ્રવચન નં.-૧૧૨) [ 5 ] જ્ઞાન પરને જાણે છે તેમાં (જ્ઞાનની) નિર્મળતા, શોભા, મહિમા બતાવે છે. સ્વપર
પ્રકાશક સામર્થ્યમાં પરને જાણવા છતાં પર તરફ લક્ષ નથી. કેવળી ભગવાન પરને જાણે તેમાં તેમનો ઉપયોગ પર તરફ નથી. ઉપયોગ તો પોતે પોતામાં જ છે.
(નિયમ સાર પ્રવચન નં. ૧૮૭, શ્લોક ૨૭૨ તા. ૨૦/૭/૮૦) [ ] આ બધું જણાય છે – એ વાત એમ નથી. કેમકે જેની સાથે તન્મય નથી એને જાણે
છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહારનું કથન થયું. આહાહાહા! શું કહ્યું છે? આ જે જણાય છે.. આ... આ... આ.... પણ એ જણાય છે તો જ્ઞાનની પર્યાય; જ્ઞાનની પર્યાય (પર પદાર્થમાં) એમાં જતી નથી. એ પદાર્થ જે છે-શરીર, વાણી એ બધું છે તે કાંઈ જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહીને; અને પરનાં સામર્થ્યવાનું સ્વપર પ્રકાશક પોતાથી જ પ્રકાશે છે, પરને લઈને એ પ્રકાશતું નથી. નિશ્ચય તો જ્ઞાતા પણ આત્મા, શેય પણ આત્મા ને જ્ઞાન પણ આત્મા છે. પર શેયને અહીં જ્ઞાન તે બધા કથન વ્યવહાર છે. જેની સત્તામાં જણાય છે (તે તો જ્ઞાન છે) અને જે જણાય છે એની સત્તામાં જ્ઞાન નથી; કેમ કે જ્ઞાન તો અહીં (સ્વમાં) છે. જ્ઞાનની સત્તા અહીં છે, એની સત્તામાં જણાય છે આ... આ.... આ.... એ એની પર્યાય છે. જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે; એ (પર) જણાય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. આવી વાત! બે ચાર ઘડી નિવૃત્તિ લેવી હોય તો મળે નહીં;
(શ્રી નિયમસાર શ્લોક-૧૪૦-૧૪૧, તા. ૨૩/૫/૭૯, પ્રવચન નં.-૧૧૫)