SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ૩૧૧ [ઉ ] એ અહીં કહ્યું: “જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે” જગતને ભ્રમ આમ પડે છે કે જ્ઞાનસ્વરૂપનો સ્વભાવ એવો છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તે જ્ઞાનમાં બીજા જોયો જણાય છે, એથી અજ્ઞાની એમ જાણે બીજા શેયો મારા જ્ઞાનમાં આવ્યા માટે મેં જાણ્યાએ મિથ્યાભ્રમ છે. આહા.... હા! કેવળજ્ઞાનનો પોતાનો સ્વભાવ, પરને અડ્યા વિના-પરમાં પ્રવેશ કર્યા વિના-પરને સ્પર્યા વિના પોતાનું અને પરનું જ્ઞાન પોતાથી, પોતામાં (થાય છે). પરની અપેક્ષા વિના થાય છે. (પેઈજ નં. ૧૦૪) [ 2 ] જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે. જ્ઞાનમાં શરીર જણાય, કરમ જણાય, વાણી જણાય, રાગ જણાય, સ્ત્રી –કુટુંબ-પરિવાર, પૈસો, મકાન જણાય. એ જણાવાં છતાં (જ્ઞાનમાં મલિનતા થતી નથી, કેમકે તે તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. પરને જાણવું એ તો પોતાના સ્વચ્છતાના સ્વભાવને લઈને છે. પરને લઈને પરને જાણે છેએમ નથી. (પેઈજ નં. ૧૦૫) [ ક ] ચૈતન્યસ્વરૂપ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા ! એ પરચીજને જાણતાં, પરચીજમાં મારું જ્ઞાન પ્રવેશ કરતું નથી, અને પરચીજ જ્ઞાનમાં પ્રવેશ કરતી નથી, ફક્ત જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છતાનો છે તેથી પોતાને અને પરને પોતામાં રહીને જાણે છે. પોતે પરરૂપે થઈને પરને જાણે છે એમ નથી. સ્વરૂપે રહીને સ્વ ને પરને જાણે છે. (પેઈજ નં. ૧૦૬) [ ] પ્રભુ કહે છે: પ્રભુ, એ તો શેય છે ને! એ તો તારા જ્ઞાનમાં જ્ઞાનની સ્વચ્છતાને લઈને જણાય છે ને ! એ ચીજ તારામાં આવી નથી. તારામાં આવ્યા વિના તારી ક્યાંથી થઈ ગઈ? આહાહા ! ભારે આકરું કામ! આખી દુનિયાથી ઉલ્ટી વાત છે! આખો દિ' કામ કરીએ, પરના કરી એને, આમ કરી લઈએ, આમ કરી ધે! કહે છેઃ જે કામ થાય છે તે જ્ઞાનની સ્વચ્છતાને લઈને તે જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાન એવો ભગવાન આત્મા તે કામમાં પ્રવેશ કરતો નથી, તે કામ તારામાં પ્રવેશ કરતું નથી. (પેઈજ નં. ૧૦૬) [ 0 ] જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી. આ પ્રકાશને જ્ઞાન જાણે છે તો જ્ઞાન કાંઈ પ્રકાશને સ્પર્શતુંઅડતું નથી. આહાહા ! અંધારાને જ્ઞાન જાણે છે પણ એ જ્ઞાન અંધારાને સ્પર્શતું નથી, તેમ તે જ્ઞાન અંધારામાં પ્રવેશ કરતું નથી. આહા.... હા ! આ વાત કઈ રીતે માને! આખી દુનિયાથી ઊંધું, પેલામાં તો આ કરોને (તે કરો). અહીં કહે છે તું જે કરવાનું કહે છે એ તો તારા જ્ઞાનનું શેય છે. આહા! અને તે પણ શેય જ્ઞાનમાં રહીને, તારી સ્વચ્છતાના સ્વભાવને લઈને તે શેય અને તારું જ્ઞાન તારે લઈને તારામાં થાય! ગજબ વાત છે. આખી દુનિયાથી ઉલ્ટી વાત છે! (પેઈજ નં. ૧૦૭) [ ] ક્રમબદ્ધ પર્યાયમાં જે આવે છે એમાં સ્વપરનું જાણવું આવે છે, એ પરને લઈને નહીં. એ સ્વપર જાણવાનો સ્વભાવ પોતાની સ્વચ્છતાનો છે. નિર્મળતાનો સ્વભાવ છે માટે
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy