SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ - ૨૯૩ [ Gરે ] વ્યવહાર રત્નત્રયનો રાગ આવ્યો તેને જ્ઞાને જાણ્યું, ત્યાં જ્ઞાન પોતાની પર્યાયને જાણે છે. રાગને નહીં. જાણનાર સ્વને જાણતાં પરને જાણવાપણે પરિણમે છે તોપણ તેને શેયકૃત જ્ઞાન થયું છે તેમ નથી પણ તેને જ્ઞાનકૃત જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને રાગનું જ્ઞાન થયું તે રાગના લઈને થયું નથી પણ સ્વાર પ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે, શેયને જાણે છે તેમ કહેવું એ તો વ્યવહાર છે. રાગને જાણતાં જે શેયાકારે જણાયો તે આત્મા જણાયો છે, રાગ જણાયો નથી. કેમ કે તેને શેયકૃત અશુદ્ધતા નથી. (પેઈજ નં. ૨૨૬) પ્રશ્ન- છસ્થ જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ ક્યાંથી સમજી શકે? ઉત્તર- છદ્મસ્થ જ્ઞાની પણ કેવળજ્ઞાનનું સ્વરૂપ બરાબર નક્કી કરી શકે છે. એણે જ્ઞાનને સ્વસમ્મુખ કરીને સર્વજ્ઞતાના અખંડ સામર્થ્યની ભરપૂર એવા પોતાના જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તેમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ સ્પષ્ટ ભાસી ગયું છે. જો કેવળજ્ઞાનને જ ન સમજે તો મોક્ષતત્ત્વને પણ ન સમજે, મોક્ષતત્ત્વને જે ન સમજે તે મોક્ષમાર્ગને પણ ન સમજે, ને મોક્ષમાર્ગને જે ન સમજે તેને ધર્મ ક્યાંથી થાય? જેમ કોઈ સજ્જન પાસે એક રૂપીઓ સાચો હોય, ભલે અજબ રૂપીઆ તેની પાસે ન હોય, તેથી શું અબજ રૂપીઆને તે જાણી ન શકે? જેવો મારી પાસે રૂપીઓ છે તેવી જ જાતના અબજ રૂપીઆ હોય, એમ તે બરાબર જાણી શકે છે, તેમ સમકિતી મતિ-શ્રુતજ્ઞાની સંત પાસે કેવળજ્ઞાન ભલે પ્રગટ ન હોય, પરંતુ શુદ્ધાત્માની શ્રદ્ધાના બળે જ્ઞાનસ્વભાવનો પણ નિર્ણય કરીને, કેવળજ્ઞાન કેવું એ તેણે બરાબર જાણી લીધું છે, ને કેવળજ્ઞાનની જાતનું જ મારું આ સમ્યજ્ઞાન છે-એમ તે નિઃશંક જાણે છે, હજાર પાંખડીવાળા કમળની જે કળી પહેલાં થોડી ખીલી તે જ વધીને પૂરી ખીલે છે, તેમ અનંત પાંખડીવાળું જે ચૈતન્યકમળ તેમાં સમ્યગ્દર્શન થતાં જે મતિધૃતરૂપ થોડી જ્ઞાનકલા ખીલી તે જ કળા સ્વરૂપમાં એકાગ્રતા વડે વધતાં વધતાં કેવળજ્ઞાનરૂપ પૂર્ણકલા ખીલી જશે. આ રીતે સમ્યજ્ઞાનની અપેક્ષાએ મતિ-શ્રુત ને કેવળની જાતિ એક જ છે. આચિઠ્ઠિમાં જ આગળ જતાં અષ્ટસહસ્ત્રીનો આધાર આપીને કહ્યું છે કે કેવળજ્ઞાનની જેમ શ્રુતજ્ઞાન પણ સર્વ તત્ત્વને પ્રકાશનાર છે, માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ તેમાં ભેદ છે પરંતુ વસ્તુસ્વરૂપે તેઓ એકબીજાથી અન્ય નથી. (આત્મધર્મ અંક-૨૫૯, પેઈજ નં.-૫૮)
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy