________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૮૫
[ જ્ઞાન દર્પણમાં તો જ્ઞાનની સ્વચ્છતા જ છે )
[] અહા, એકેક શક્તિમાં તો કેવા રહસ્યો ભર્યા છે ? જ્ઞાન તો દર્પણ સમાન અવિકાર છે. ઉષ્ણ જવાળા અગ્નિની છે. દર્પણની નહિ. દર્પણની તો સ્વચ્છતા જ છે, તેમ જ્ઞાનદર્પણમાં તો જ્ઞાનની સ્વચ્છતા જ છે. રૂપીપણું કે રાગ એ તો ૫૨ શેયના છે, તે કાંઈ જ્ઞાનનાં નથી; જ્ઞાન તેવું થઈ ગયું નથી જ્ઞાન તો સ્વચ્છ જ રહ્યું છે.
(શક્તિ-૧૧, પેઈજ નં.-૧૬૭ )
[ ]
[ ] ભાઈ ! લોકાલોક જેની સ્વચ્છતામાં જણાય એવા તારા પવિત્ર આત્માને તારે જાણવો હોય તો તારું જ્ઞાન સ્વચ્છ કર. મલિન દર્પણમાં મોઢું ન દેખાય, તેમ મલિન ભાવમાં આત્માનું સાચું સ્વરૂપ ન દેખાય. માટે જ્ઞાનને ચોખ્ખું કર વિકાર વગરનું કર. (શક્તિ-૧૨, પેઈજ નં.-૧૬૭) ..... જેમ રાજાની આજ્ઞા કોઈ લોપે નહિ તેમ આ જ્ઞાન–રાજાની આજ્ઞાને જગતમાં કોઈ લોપી શકતું નથી, એકકેય જ્ઞેય જ્ઞાનની આજ્ઞાથી બહાર રહેતું નથી. જ્ઞાનની પૂરી સ્વચ્છતા ખીલે ને એકકેય જ્ઞેય તેમાં જણાયા વગરનું રહી જાય–એમ બનતું નથી. આવી પા૨મેશ્વ૨ી શક્તિવાળો પોતે, પણ પોતાને પોતાનું માહાત્મ્ય ન ભાસ્યું. (શક્તિ-૧૩, પેઈજ નં.-૧૬૮)
(જ્ઞાનગુણની સ્વચ્છતાનું રૂપ અનંતગુણમાં )
[ ] આકાશમાં ઊડતું પંખી નિર્મળ પાણીમાં દેખાય, મેલા પાણીમાં ન દેખાય— જો કે તેમાં તો બન્ને મૂર્ત છે, અહીં અમૂર્ત જ્ઞાન દર્પણમાં મૂર્ત ને અમૂર્ત બધુંય દેખાય છે; રાગ વગરના નિર્મળ જ્ઞાનદર્પણમાં લોકાલોક સ્પષ્ટ દેખાય છે, મલિન જ્ઞાનમાં લોકાલોક દેખાતા નથી. આત્માની સ્વચ્છતાના સામર્થ્યને લીધે લોકાલોક જણાય તેથી જ્ઞાનમાં કાંઈ મલિનતા નથી. જ્ઞાન તો સ્વચ્છ છે ને સાથે અનંતા ગુણની સ્વચ્છતાને ભેગી રાખીને પરિણમે છે. એવો શાયક આત્માનો સ્વભાવ છે.
(શક્તિ-૧૪, પેઈજ નં.-૧૬૯ ) [] જે ઉપયોગ પર્યાયમાં સ્વ-૫૨ શેયો યથાર્થ ન ભાસે તે પર્યાય સ્વચ્છ નથી. અહીં તો સ્વચ્છ ઉપયોગ રૂપે પરિણમતો આત્મા તેજ ખરો આત્મા છે.
(શક્તિ-૧૪, પેઈજ નં.-૧૭૦ )
[ ] ભાઈ ! તારો આત્મા અમૂર્તિક તેની સ્વચ્છતાનું એવું સામર્થ્ય છે કે તેના ઉપયોગમાં સમસ્ત પદાર્થો પ્રકાશમાન છે. આત્મા જડ અથવા આંધળો નથી કે પદાર્થો ન જાણે. અજ્ઞાનરૂપી મલિનતામાં સ્વ-૫૨ પદાર્થો જણાતા નથી, પરંતુ સ્વ-શક્તિને સંભાળતાં જ્યાં કેવળજ્ઞાન પ્રકાશ ખીલ્યો ને સ્વચ્છતા પ્રગટી ત્યાં બધું ય તેમાં શેયપણે ઝળકે છે. કેવળજ્ઞાનનો આકાર કેવડો ? કે પોતાના દ્રવ્ય-ગુણ જેવડો અને તેમાં જણાય કેટલું ? કે લોકાલોકના અનંત પદાર્થોના સમસ્ત આકાર તેમાં જણાય. —એવી તેની અસાધારણ તાકાત છે. (શક્તિ-૧૪, પેઈજ નં.-૧૭૧ )