________________
૨૪૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તે શ્રુતજ્ઞાનના પરિણામમાં જ્ઞાનીને પણ જે રાગાદિ થાય છે, એ રાગથી માંડીને આખી દુનિયા શેય સમુદાય છે, ફકત કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષપણું છે શ્રુતજ્ઞાનમાં પરોક્ષપણું એ પરની અપેક્ષા છે. સ્વનું તો પ્રત્યક્ષપણું છે. શું કહ્યું? ભાઈ ! સમજાય છે કાંઈ? ભગવાન ! તત્ત્વદેષ્ટિ બહુ આકરી.
આહા ! કોઈ જીવને મારી શકું કે જીવાડી શકું એવું સ્વરૂપ કોઈ શેયમાં નથી, તેમ તેવું અહીં જ્ઞાનમાં નથી. એ... આખી દુનિયા જોય સમુદાય છે. એક બાજુ રામ ને એક બાજુ ગામ! એટલે રાગથી માંડીને આખી દુનિયાનો સમૂઠ! પંચ પરમેષ્ઠી પણ શેયમાં જ્ઞય છે. એ પંચ પરમેષ્ઠી જ્ઞાનમાં શેય છે. એ શેય, જ્ઞાનની ચીજ નથી. પણ તે શેયાકાર જ્ઞાન પોતે પોતાથી પરિણમે છે. તેવું જે જ્ઞાન બધાને જાણવારૂપે પરિણમે એ જ્ઞાનાકાર જ્ઞાન (રૂપે થવું) એવો જ્ઞાનનો સ્વભાવ છે. આમાં તો એ પણ ઊડી જાય છે કેવ્યવહાર હોય તો નિશ્ચય થાય, નિમિત્તથી થાય એ બધી વાત ઊડી જાય છે. કેમકે એ વ્યવહાર અને નિમિત્ત શેય સમુદાયમાં છે.
કહે છે? બળવા લાયક જે દાહ્ય છે, તે રૂપે અગ્નિ પોતે દાહ્યાકારરૂપે પરિણમે છે તે અગ્નિ છે- તે અગ્નિનું રૂપ છે. તેમ જોયાકારો – જગતમાં જેટલાં શેયો છે- અનંત સિદ્ધો, અનંત નિગોદ અને અનંત સ્કંધો, અનંત પરમાણુ- એ બધા જોયો અને તેની ત્રણકાળની પર્યાયો, એ શેયને આકારે જ્ઞાન પરિણમે છે. કેમકે એનું જ્ઞાન છે એ બધાને જાણનારું છે. એ બધાને જાણનારું જ્ઞાન જો આ રીતે ન હોય તો તે એકને પણ જાણતો નથી. કારણકે એક પોતે છે એ બધાને જાણવાપણે પરિણમેલું (જ્ઞાન) પોતે એકરૂપ છે. જો એ બધાને જાણવાપણે પરિણમતો નથી (તેને) જાણતો નથી, તો તે એકને પણ જાણતો નથી. ભાઈ ! આ ગાથાનો વિષય એ છે કે જે બધાને જાણતો નથી તે એકને જાણતો નથી. એકને જાણે તે સર્વને જાણે એ હવે પછીની ગાથામાં કહેશે.
એમ કેમ કહ્યું? કેમકે જે અગ્નિ દાહ્ય એવાં બધાને બળવા લાયકને બાળતી અગ્નિરૂપે ન થાય તો તે અગ્નિ નથી. એમ શેયાકાર-જગતની અનંતી ચીજો શેયાકાર, જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત હેતુ છે. હેતુ કીધું ને? “દાહ્યહેતુક” “.. તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા (આત્મા) સમસ્ત બ્રેય હેતુક..'ઝીણી વાત છે!
જગતના છ દ્રવ્યો અને અનંતગુણની ત્રિકાળી પર્યાયો- એવી જે અતિ છે, એ શેય સમુદાયની અતિ છે. તેને કોઈપણ એક જીવ જ્ઞાતા ને જ્ઞાનપણે – તેના આકારપણે પરિણમે તો તેના જ્ઞાન પરિણમનમાં તે નિમિત્ત છે. ઉપાદાન તો જ્ઞાનનું પરિણમન બધાને જાણવાનો એનો સ્વભાવ છે. તો એ બધાને જાણવાના સ્વભાવરૂપે પરિણમ્યું અને બધાને જાણે તો પોતે એકરૂપે થયો. બધાને જાણવાપણે એક જ્ઞાયક થયો છે.
“..તેમ સમસ્ત શેયને જાણતો જ્ઞાતા (-આત્મા) સમસ્ત શેયહેતુક. એટલે જેમાં શેય નિમિત્ત છે. . સમસ્ત જોયાકાર પર્યાયે,... (એટલે) સમસ્ત શેયના આકારે – સ્વરૂપે પોતાની પર્યાય પરિણમે. પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે. (એટલે) સકળ એક જ્ઞાન જેનું સ્વરૂપ છે. એવા પોતારૂપે- જે