________________
24
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પણ સ્વ-પર પ્રકાશક બાકી છે. પ્રવચન રત્નાકરના અગિયાર ભાગમાં ૧૭-૧૮ ગાથાના આધારે પૂ. ગુરુદેવે સેંકડો વખત કહ્યું કે- જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે, એ પ્રતિભાસની અપેક્ષાએ કહ્યું છે જયારે લક્ષની અપેક્ષાએ જ્ઞાન પર પ્રકાશક તો નથી પરંતુ અપર પ્રકાશક પણ નથી. પરંતુ સ્વ પ્રકાશક જ છે.
શ્રી પ્રવચનસાર ગાથા-૧૨૪ માં કુંદકુંદદેવ કહે છે કે- “અર્થ વિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણમ્”. ટીકાકાર જયસેન આચાર્યદેવ લખે છે કે આવું અર્થ વિકલ્પપણું આઠેય જ્ઞાનોમાં રહેલું છે. જ્ઞાન ત્રણે કાળ અર્થ વિકલ્પાત્મક હોય છે. આ જ્ઞાનનો એવો સ્વચ્છ સ્વભાવ છે કે અભવી મિથ્યાષ્ટિ હો તો પણ તેના જ્ઞાનની પર્યાયમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે. સાધકની જ્ઞાનની પર્યાયમાં પણ સ્વ-પરનો પ્રતિભાસ થાય છે. કેવળજ્ઞાન પર્યાયમાં પણ સ્વ-પરનો પ્રતિભાસ થાય છે. આ રીતે જોતાં એમ જણાયું કે- સ્વ-પરનો પ્રતિભાસ થાય છે તે એક વાત થઈ અને સ્વ-પર બન્નેને જ્ઞાન જાણે છે તે બીજી વાત થઈ.
જો જ્ઞાન સ્વ-પર બન્નેને જાણતું હોય તો નિગોદના જીવો પણ સમ્યગ્દષ્ટિ છે તેમ સિદ્ધ થયું. કેમકે નિગોદિયા જીવના જ્ઞાનમાં નિરંતર સ્વ-પરનો પ્રતિભાસ થયા જ કરે છે આ સ્થિતિ તો ત્યાં પણ રહેલી છે. અર્થ વિકલ્પાત્મક જ્ઞાન જે કહ્યું તેનો અર્થ સ્વપર બેયને જાણે છે એવો કરો તો સ્વ-પર પ્રતિભાસના સ્વરૂપનું શું થયું? જો નિગોદનો જીવ સ્વ-પર બેયને જાણતો હોય તો વસ્તુની મર્યાદા જ તૂટી જાય છે. આ ઉપરથી નક્કી થાય છે કે- જ્ઞાન સ્વ-પર પદાર્થને વિષય કરે છે અર્થાત્ તેના જ્ઞાનમાં અપર બેનો પ્રતિભાસ થાય છે જેને આગમમાં સ્વ-પર પ્રકાશક સ્વભાવ કહ્યો છે, તે સમ્યક એકાન્તરૂપ પણ નથી અને સમ્યક અનેકાન્ત પણ નથી; તેમજ મિથ્યા-અજ્ઞાનરૂપ પણ નથી; પરંતુ તે સ્વભાવરૂપ છે.
આ સ્વ-પર પ્રકાશક સ્વભાવમાં પ્રતિભાસની મુખ્યતા રહેલી છે. તેથી સ્વનો પ્રતિભાસ થાય તો કંઈ સુધારો થયો... તેમ નથી અને પરનો પ્રતિભાસ થાય તો કંઈ બગાડો થયો તેમ નથી. આ જે વાત છે તે લોકોત્તર વાત છે– વસ્તુ વ્યવસ્થાના આ લોકમાં એમ સિદ્ધ થયું કે સ્વ-પર પ્રકાશક એટલે સ્વ-પરનો પ્રતિભાસ ત્યાં પૂર્ણ વિરામ છે. કેમકે સ્વ-પરના પ્રતિભાસ માત્રથી કોઈ જીવ જ્ઞાની-અજ્ઞાની થતો જ નથી. આ શેયાકાર જ્ઞાનની સહજ સ્થિતિનું અવલોકન છે. આવી સ્થિતિ પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે રહેલી જ છે.
અનાદિથી તેણે આત્માને સ્વજોય ન બનાવતાં; પરના પ્રતિભાસને શેય બનાવવાની સાથે જ પર પદાર્થ સાથે એકત્વ થઈ ગયું. તો જે સ્વ-પર પ્રકાશક જ્ઞાન હતું તે એકાન્ત મિથ્યા પર પ્રકાશકમાં ચાલ્યું ગયું. હવે ખૂબી તો એ છે કે-પર લક્ષવાળી અજ્ઞાનદશામાં