________________
૧૫૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સમયો અને તેનાં કરતાં આકાશના પ્રદેશો અનંતગુણા છે તેનો ખ્યાલ પરલક્ષે કરે, પણ તે બધાયને ખ્યાલમાં લેનાર પોતાનો ચૈતન્ય સ્વભાવ કેવો છે તેનો ખ્યાલ ન લ્ય તો એકલા પર લક્ષે થયેલો જ્ઞાનનો ઉઘાડ કાયમ નહીં ટકે. આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, પોતાના ચૈતન્ય સ્વભાવના યથાર્થ જ્ઞાન વગર પરનું જ્ઞાન યથાર્થ થશે નહીં, અને એવા જ્ઞાનથી આત્માને સુખ કે ધર્મ થાય નહીં.
બધા દ્રવ્યોમાં આકાશની પ્રદેશ સંખ્યા અનંત છે, પણ આત્મ-સ્વભાવનું જ્ઞાન સામર્થ્ય તેનાથીયે અનંતું છે; કેમકે અનંત આકાશને જાણે એવું જ્ઞાનના એક પર્યાયનું સામર્થ્ય છે, એવા અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે અને એવા જ્ઞાન-દર્શનસુખ-વીર્ય વગેરે અનંતગુણો આત્મામાં છે. એવા ચૈતન્ય સ્વભાવની અનંતતા લક્ષમાં લેતાં જ્ઞાનની સ્વ તરફની અનંતગણી દશા ખીલી. આકાશની અનંતતા કરતાં ચૈતન્યની અનંતતા અનંતગણી છે તેથી આકાશને લક્ષમાં લેનાર જ્ઞાન કરતાં, ચૈતન્યને લક્ષમાં લેનાર જ્ઞાનમાં અનંતગણું સામર્થ્ય છે. અને એવા અનંત ચૈતન્ય સામર્થ્યનું જ્ઞાન કરતાં સમ્યક પુરુષાર્થ ખીલ્યો છે. આકાશની અનંતતા લક્ષમાં લેનારું જ્ઞાન પર પ્રકાશક છે, તેનો મહિમા નથી અને ખરેખર મોક્ષમાર્ગમાં તે સહાયકારી નથી. જે જ્ઞાન સ્વભાવને પકડીને એકાગ્ર થાય તે જ્ઞાનનો મહિમા છે ને તે મોક્ષમાર્ગરૂપ છે.
અહીં પર તરફના જ્ઞાનનો નિષેધ કરતાં ખરેખર તો વ્યવહારનો અને પર્યાયબુદ્ધિનો જ નિષેધ કરીને તેનો આશ્રય છોડાવ્યો છે. આ જ રીતે ધર્મ થાય છે. આમાં પા૫ ભાવની વાત નથી અને રાગ ઘટાડીને પુણ્ય-કરતાં-કરતાં ધર્મ થઈ જશે એમ કોઈ માને તો તેને ધર્મ હરામ છે એટલે કે જરા પણ ધર્મ થતો નથી, પણ મિથ્યાત્વના પાપની પુષ્ટિ કરતાં કરતાં તેના પર્યાયમાં નિગોદ દશા થાય છે.
દ્રવ્યોની સંખ્યામાં પુદ્ગલ દ્રવ્યો સૌથી અનંતા છે. ક્ષેત્રથી આકાશ દ્રવ્ય બધા કરતાં અનંતગણું છે, અને ભાવથી ભગવાન આત્માના જ્ઞાનની અનંતતા છે. બધા પદાર્થોની અનંતતાને જાણનારું આત્માનું જ્ઞાન જ છે. તે જ્ઞાનનો જ મહિમા છે. જ્ઞાન સ્વભાવની અનંતતાનો મહિમા જાણીને તેમાં જે જ્ઞાન વળ્યું તે જ્ઞાન આત્માના કલ્યાણનું કારણ છે. છ દ્રવ્યોના સ્વભાવનું યથાર્થ વર્ણન સંપૂર્ણ સર્વજ્ઞદેવના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી; અને તે છ દ્રવ્યોનો તથા તેને જાણનાર પોતાના જ્ઞાન સ્વભાવનો યથાર્થ સ્વીકાર કરનાર સર્વશદેવના અનુયાયી સમ્યગ્દષ્ટિસિવાય બીજું કોઈ નથી.
આકાશની અનંતતા વગેરે છ એ દ્રવ્યોને રાગરહિત ખ્યાલમાં લ્ય તેટલો ઉઘાડતો અજ્ઞાનમાં પણ હોય છે. બધા દ્રવ્યોમાં આકાશ અનંતગુણા પ્રદેશવાળું છે- એવું તો મિથ્યા શ્રુતજ્ઞાન પણ ખ્યાલમાં લે છે. પરંતુ પર પદાર્થોનું ગમે તેટલું જાણપણું કરે તે આત્માને જાણવામાં કાર્યકારી થાય નહીં. પોતાના સ્વભાવના સ્વીકાર