________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૪૫
* જ્ઞાનનો સ્વભાવ અને સ્પશેયનો મહિમા *
[] એકબાજુ પોતાનો આત્મા તે સ્પશેય અને તેના સિવાય લોક-અલોકના અનંત પદાર્થો
તે પરણેયો, અને તે સ્વ-પર બંને શેયોને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ, છતાં સ્પશેયનો મહિમા મોટો છે. અંતર્મુખ થઈને સ્પશેયના જ્ઞાનપૂર્વક જ પરણેયનું જ્ઞાન યથાર્થ થાય છે; માટે સ્પશેયને જાણનારી જ્ઞાનપરિણીત મહિમાવંત છે.....ભગવતી છે.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાનનો સ્વભાવ જગતના સ્વાર સમસ્ત શેયોને જાણવાનો છે. જગતમાં જીવ અને અજીવ સમસ્ત પદાર્થો તે જ્ઞાનના શેયો છે.
શેયોમાં આ જીવતત્ત્વ કેવું છે? કે ચેતનાસ્વરૂપ છે. તે ચેતના “ભગવતી’ છેએટલે કે મહિમાવંત છે, અને આત્માના બધા ધર્મોમાં તે ભગવતી ચેતના વ્યાપેલી છે. જીવદ્રવ્ય સદાય અવિનાશી ચેતનાસ્વરૂપ તથા ચેતનાની પરિણતિસ્વરૂપ છે.
પરથી ભિન્ન અને પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ એવા શુદ્ધ આત્મદ્રવ્યને શેય બનાવ્યું ત્યારે જ જ્ઞાન સમ્યક્ થયું. શુદ્ધ આત્માને શેય બનાવ્યા વગર સમ્યજ્ઞાન થતું નથી. ને સ્પશેયના જ્ઞાન વગર પરણેયનું જ્ઞાન પણ સાચું નથી.
જ્ઞાનનો સ્વભાવ સ્વપરને જાણવાનો હોવા છતાં, જે જ્ઞાન અંતરમાં વળીને સ્વયને તો જાણતું નથી ને બહારમાં એકલા પરણેયને-શરીર તથા રાગાદિને-જ જાણવામાં રોકાય છે ને તેને જ જ્ઞાનનું સ્વરૂપ માને છે તો તે જ્ઞાન મિથ્યા છે, તે અસર્વાશને સર્વાશ માને છે. સૌથી મોટું-મહિમાવંત તો સ્વ-શેય છે તેના જ્ઞાન વગર પરણેયનું જ્ઞાન પણ સાચું નથી.
જ્ઞાનસ્વભાવ પોતે પોતાનું સ્વશે ય ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સ્વપરપ્રકાશકપણું ખીલ્યું નથી. સ્વભાવથી તો બધાય જીવો સ્વ પર પ્રકાશક જ છે, સિદ્ધથી માંડીને નિગોદ, બધાય જીવોનો સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ છે, પણ અજ્ઞાનીને તે સ્વભાવની ખબર નથી. અહીં તો, જેને પોતાના આવા ચેતના સ્વભાવની ખબર પડી, ને જ્ઞાનમાં પોતાના આત્માને શેય બનાવ્યો ત્યાં ભગવતી ચેતનાપરિણતિરૂપ નિર્મળપર્યાય પ્રગટી. જેણે અંતર્મુખ થઈને સ્વતને શેય નથી બનાવ્યું તેનું જ્ઞાન શરીરાદિમાં ને રાગના વિકલ્પમાં અટકેલું છે, ને તેટલો જ પોતાને માને છે તે મિથ્યાજ્ઞાન છે, તે જ્ઞાન રાગના કર્તાપણામાં રોકાઈ ગયું છે, તેનું પરપ્રકાશન પણ સાચું નથી; કેમકે પરપ્રકાશનશાન જેટલો જ જ્ઞાનસ્વભાવ તેણે માન્યો. પણ જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ તેણે જાણ્યો નથી.
અંતરના જ્ઞાનસ્વભાવને પકડે તો તો કેવળજ્ઞાન લેવાનો માર્ગ બહું ટૂંકો છે. પણ જીવો પોતાને જાણ્યા વિના બહારમાં જ ભટકે છે એટલે ક્યાંય માર્ગ સૂઝતો નથી.