________________
૧૧૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ શ્રી પરમાત્મ પ્રકાશ
શ્રીમદ્ યોગીન્દુદેવ વિરચિત [ ] આત્મા પરમાર્થથી દેહ અને કર્મથી રહિત હોવા છતાં પણ મૂઢ આત્માઓને “શરીરરૂપ” પ્રતિભાસે છે એમ કહે છે -
(પ્રથમ મહાધિકાર- ગાથા ૩૭ નો ઉપોદ્યાત પેઈજ નં-૫૧) [ ] અન્વયાર્થ- અનંત આકાશમાં એક નક્ષત્ર જેવી રીતે જરાક જેટલું પ્રતિભાસે છે તેવી
રીતે જે મુક્ત જીવના પદમાં કેવલજ્ઞાનમાં ત્રણ લોક દર્પણમાં બિંબની જેમ પ્રતિબિંબિત પ્રતિભાસે છે તે અનાદિ પરમાત્મા છે.
ભાવાર્થ- અહીં જેના કેવલજ્ઞાનમાં એક જ નક્ષત્રની સમાન લોક પ્રતિભાસે છે તે જ પરમાત્મા રાગાદિ સમસ્ત વિકલ્પ રહિત યોગીઓને ઉપાદેય છે.
(ગાથા-૩૮, પેઈજ નં-૫૨) [] અન્વયાર્થ- જેવી રીતે વેલ (મંડપનો આધાર નહીં મળવાથી) આગળ ફેલાતી અટકી
જાય છે તેવી રીતે મુક્ત આત્માઓનું જ્ઞાન શેયનું અવલંબન નહીં મળવાથી જાણવાની શક્તિ હોવા છતાં અટકી જાય છે, જે ભગવાન પરમાત્માના કેવળજ્ઞાનમાં સર્વને જાણવારૂપ પોતાનો ઉત્કૃષ્ટ સ્વભાવ પ્રતિભાસિત થઈ રહ્યો છે અર્થાત્ સર્વાકાર જ્ઞાનની પરિણતિ છે એમ જાણીને જ્ઞાનનું આરાધન કરો.
ભાવાર્થ- જેવી રીતે વેલ મંડપ વગેરેના અભાવમાં આગળ ફેલાતી અટકી જાય છે તેવી રીતે મુક્ત આત્માઓનું જ્ઞાન શેયના અવલંબનના અભાવમાં અટકી જાય છે, પણ જ્ઞાતૃત્વ શક્તિના અભાવથી નહીં એવો અર્થ છે. જે ભગવાન પરમાત્મ સ્વરૂપમાં જ્ઞાન બિંબિત થઈ રહ્યું છે, તદાકારે પરિણમી રહ્યું છે; શા કારણે ? પરમ સ્વભાવને જાણીને.
(ગાથા-૪૭, પેઈજ નં-૬૧/૬ર) અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો આત્મા વ્યવહારનયથી લોકાલોકને જાણે છે તો વ્યવહારનયથી સર્વશપણું કર્યું પણ નિશ્ચયથી નહીં?
તેનો પરિહાર:- જેવી રીતે આત્મા તન્મય થઈને પોતાના આત્માને જાણે છે તેવી રીતે પરદ્રવ્યમાં તન્મય થઈને તેમને જાણતો નથી તે કારણે વ્યવહાર કહેવામાં આવે છે પણ જ્ઞાનના અભાવથી નહીં પણ સર્વજ્ઞપણાનો અભાવ છે માટે વ્યવહાર કહેવામાં આવે છે એમ નથી.)
વળી જો આત્મા નિશ્ચયનયથી, સ્વદ્રવ્યની જેમ પરદ્રવ્યમાં તન્મય થઈને તેમને જાણે તો બીજાનાં સુખ દુઃખ, રાગ દ્વેષ જાણવામાં આવતાં, પોતે સુખી દુઃખી અને રાગી- દ્રષી થાય એવો મહાન દોષ આવે.
અહીં જે જ્ઞાનથી વ્યાપક કહેવામાં આવે છે તે જ્ઞાન જ ઉપાદેયભૂત અનંત સુખથી
અભિન્ન હોવાથી ઉપાદેય છે એવો અભિપ્રાય છે. (ગાથા-પર, પેઈજ નં-૬૬-૬૭) [ ] અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-મુક્ત આત્માને ઉત્પાદવ્યય કઈ રીતે ઘટી શકે?