________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૬) કેમ કહ્યું કે તે ઉપાદાનનું કાંઈ કાર્ય કરતું-કરાવતું નથી તો પણ કાર્યના વખતે તેની ઉપસ્થિતિને કારણે તેને ઉપચારમાત્ર કારણ કહ્યું છે.
(૨) સમ્યજ્ઞાન અને જ્ઞાનમાં લીનતાને મોક્ષમાર્ગ જાણો-એમ કહ્યું તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભરાગરૂપ વ્યવહારને મોક્ષ માર્ગ ન જાણો તે વાત આવી જાય છે. પ્રથમ પ્રશ્નનું સમાધાનઃઉપાદાન નિજ ગુણ જહાઁ, તહેં નિમિત્ત પર હોય; ભેદજ્ઞાન પરમાણ વિધિ, વિરલા બૂઝે કોય. ૪
અર્થ:- જ્યાં નિજશક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે એવી ભેદજ્ઞાનપ્રમાણની વિધિ (-વ્યવસ્થા) છે; આ સિદ્ધાંત કોઈ વીરલા જ સમજે છે. ૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com