________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૯ ) ૧૦૮ પ્ર. ભાવબળપ્રાણના કેટલા ભેદ છે ?
ઉ. ત્રણ ભેદ છે. મનોબળ, વચનબળ અને કાયબળ.
૧૦૯ પ્ર. વૈભાવિકગુણ કોને કહે છે ?
ના
ઉ. આ એક વિશેષભાવવાળો ગુણ છે-જે * ગુણના કારણે ૫રદ્રવ્ય ( નિમિત્ત ) સંબંધપૂર્વક સ્વયં પોતાની યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે.
૧. ભાવબળપ્રાણ જીવના વીર્યગુણની પર્યાયો છે. દ્રવ્યબળપ્રાણ પુદ્દગલના વીર્યગુણની પર્યાયો છે.
* [ આ વૈભાવિકગુણ જીવ અને પુદ્દગલ એ બે દ્રવ્યોમાં જ છે, બાકીના ચાર દ્રવ્યોમાં નથી. મુક્ત જીવોમાં આ ગુણની શુદ્ધ-સ્વાભાવિક પર્યાય થાય છે.)
(કયા જીવને કેટલા પ્રાણ હોય છે તે માટે જુઓ પૃ. ૧૦૯ પરિશિષ્ટ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com