________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૩ જેને પુણ્ય ગ્રહણ કરવા યોગ્ય અને પાપ ત્યાજ્ય લાગે છે તેને પુણ્ય પાપમાં અવિશેષતા દર્શાવતા આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રવચનસારની ૭૭ ગાથામાં કહે છે કે
ण हि मण्णदि जो एवं णत्थि विसेसो त्ति पुण्णपावाणं।
हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो।।७७।। નિશ્ચયથી પુણ્ય અને પાપ બન્ને પાપ જ છે. બન્નેમાં કોઈ જ વિશેષતા ન હોવા છતાં, જે પુણ્યને હિતકારી અને પાપને અહિતકારી માની બન્નેમાં વિશેષતા માને છે.. એવા મોહથી મૂર્ણિત પ્રાણીઓ અપાર સંસારમાં ઘોર પરિભ્રમણને પ્રાપ્ત કરે છે.
શ્રી જયસેનાચાર્ય તાત્પર્યવૃત્તિ ટીકામાં પુણ્ય પાપ અધિકારને પૂર્ણ કરતાં લખે છે કે – “રતિનિશ્ચયનયાપેક્ષ યા પાપં તમિતિ વા પાપIfધાર:”. પુણ્ય પણ નિશ્ચયની અપેક્ષાએ પાપ જ છે, કેમકે પવિત્ર સ્વરૂપથી પતિત થવું તે જ પાપ છે. પુણ્ય પાપ અધિકાર પૂર્ણ થાય છે તેમ ન લખતાં હવે અહીં પાપ અધિકાર પૂર્ણ થાય છે. આ વાતનું સમર્થન આપતાં યોગીન્દુદેવ યોગસારમાં લખે છે કે
“પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ;
પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.” શ્રી નાટક સમયસારમાં કવિવર બનારસીદાસ પુણ્યતત્ત્વની પરમાર્થતા બતાવતાં લખે છે કે- સાધક થયો તેને સવિકલ્પદશામાં પંચમહાવ્રતાદિના વિકલ્પો આવે છે તે
જગપંથ ” છે. નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રયનો જે રાગ છે તે “જગપંથ' અર્થાત્ સંસાર છે.
શ્રીપંચાધ્યાયકર્તા-પુણ્ય તત્ત્વની કડક ભાષામાં મીમાંસા કરતા લખે છે કે – શુભોપયોગ દુષ્ટ પુરુષની પેઠે દુષ્ટ છે. જેમ દુષ્ટ પુરુષમાં કોઈપણ પ્રકારે ભલાપણું નથી તેમ શુભભાવમાં કોઈપણ પ્રકારે ભલાપણું નથી. તેથી સર્વ પ્રકારે શુભભાવ ત્યાજ્ય છે.
પુણ્ય પાપ અધિકાર અને કર્તાકર્મ અધિકારનો સારાંશ જોતાં બન્ને વ્યાખ્યા સમાન જ દેખાશે.
(૧) પુણ્ય પાપ અધિકારમાં – દયા-દાન-વ્રતાદિના રાગ ને સ્થૂળ શુભભાવ
કહ્યો છે.
(૨) કર્તાકર્મ અધિકારમાં – શુધ્ધાત્માના ચિંતવનનો વિકલ્પ તેને સ્થૂળ શુભભાવ
કહ્યો છે. આ રીતે શુભભાવના પણ ત્રણ પ્રકાર છે. (એ) ક્રિયાનયનો શુભભાવ. (બી) દયા-દાન-વ્રતાદિનો શુભભાવ. (સી) ગુણ-ગુણીના ભેદરૂપનો શુભભાવ.
કોઈપણ પ્રકારનો શુભભાવ હો! પરંતુ તે બંધનું જ કારણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com