________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩
પ્રકાશકીય નિવેદન
''
અહો ઉ૫કા૨ જિનવ૨નો કુંદનો ધ્વનિ દિવ્યનો;
જિન કુંદ ધ્વનિ આપ્યા અહો; તે ગુરુ કહાનનો.”
વર્તમાન ચોવીસીના, મોક્ષમાર્ગના આદ્ય પ્રણેતા ભગવાન ઋષભદેવથી મહાવી૨ સ્વામી પર્યંત સમસ્ત તીર્થંકરોની અચલ તીર્થધરા પર જૈનદર્શનની અણમોલ સંપતિને પ્રદત્ત ક૨ના૨ દ્વિતીય શ્રુતસ્કંધને લીપીબદ્ધ કરી અલભ્ય જૈન વાગ્ધારાને જયવંત ક૨ના૨ ચારણ ઋદ્ધિધારી આચાર્યવ૨ શ્રી કુંદકુંદદેવ થયા. આ જૈન સંસ્કૃતિની અનાહત પ્રવાહની પરિપાટીમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ થયા. તેમના દ્વારા અવિચ્છિન્ન વહેતી જૈનધારાની શૃંખલામાં પં. શ્રી રાજમલ્લજી પાંડે સાહેબ થયા. ઉત્તરોતર ચાલી આવતી અસ્ખલિત ધારામાં આપણા મુક્તિદૂત પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી થયા. આ સર્વે સંતોની સ્વાનુભવરૂપ યાત્રાના અંતર્ગત ઉપલબ્ધ પરમાગમોનું પ્રબુદ્ધ દર્શન મળ્યું. આ બહુમૂલ્ય આત્મદર્શનની ચરમ સૌખ્યધારા અક્ષુણ વહેતી ભવ્ય જીવોના અંતરાચલમાં સ્થિત થતાંની સાથે જ અનાદિથી ચાલી આવતી વિકૃતિઓનું વિસર્જન થયું.
શ્રી અમૃતચંદ્રદેવે સ્વયં રચેલા કાવ્યરૂપ કળશોમાં અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સમાવિષ્ટ કર્યા છે. તે ગાંભીર્યઅર્થને ટીકાકારે પં. શ્રી રાજમલ્લજી પાંડેએ પોતાની નિજ સ્વાનુભવમયી સૂક્ષ્મ પ્રજ્ઞાના બળથી... સ૨ળ ભાષામાં પ્રકાશિત કર્યા છે.
જ
તેઓશ્રીએ શુધ્ધાત્માની અતિશયતાને તો મુખરિત કરી જ છે પરંતુ તેની સાથે શુધ્ધાત્માને અનુભવવાની સમ્યક્ કલા પણ બતાવી છે. ટીકામાં વાક્યે... વાગ્યે.. શુધ્ધાત્માને પ્રત્યક્ષ આસ્વાદો... પ્રત્યક્ષ આસ્વાદોનો નાદ પ્રમુખપણે ધ્વનિત થાય છે. અનેક રહસ્યોને વિશતાથી ઉદ્ઘાટિત કરનારી તેમની ટીકામાં શુદ્ધ જીવ વસ્તુને આત્મસાત્ કરાવનારી પ્રેરણાત્મક શૈલીના તો સહજ દર્શન થાયછે, તદ્ઉપરાંત પ્રયોગાત્મક વિધિને સર્વાંગે હૃદયંગમ કરાવનારી સચોટ, સરલ અને મધુર ટીકાના પણ સ્પષ્ટ દર્શન થાય છે.
-
બાલાવબોધ ટીકાના રચયિતા દ્રવ્યદૃષ્ટિવંત, સભ્યપ્રજ્ઞાવંત શ્રી રાજમલ્લજી સાહેબનું ચિત્રપટ શ્રી રાજકોટ દિ. જિન મંદિરના સ્વાધ્યાય હોલમાં અંકિત થયેલ છે તે જ ફોટો આ કલશામૃતમાં લીધેલ છે.
પૂ. ગુરુદેવ શ્રી એટલે નિજ ધ્યેયના ધ્યાની, આત્મજ્ઞાની, અધ્યાત્મના યોગી, અતીન્દ્રિય આનંદ રસના ભોગી એવા આદર્શ વિશ્વ વિભૂતિ થયા. તેમના દ્વારા જે શુધ્ધાત્મતત્ત્વનું વાસ્તવિક વિશ્લેષણ થયું છે તે પૂર્વેના સેંકડો સૈકાઓમાં પણ નહોતું થયું તેવું અદ્ભૂત સ્પષ્ટીકરણ મળ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com