________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૮૩
૧૩૯ અનિત્યની ચર્ચા છે. વ્યવહારે પર્યાય છે. અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે અને આનંદનું વેદન પણ અનિત્યમાં આવે છે. ધ્રુવમાં વેદન ક્યાં આવે છે? સમજમાં આવ્યું? વેદાંતમાં આ રીતે વાત નથી.
અહીંયા રાજકોટમાં પરમહંસ આવ્યા હતા. તેમણે કબુલ કર્યું કે કાંઈક છે ખરું. જો ભૂલ ન હોય તો પછી (ભૂલો સુધારવાની વાત કેમ કરવી ? એક આત્મા છે તેમ નક્કી કરવાનું ક્યાંથી આવ્યું? આવું ક્યાંથી આવ્યું? માટે પર્યાયમાં ભૂલ છે. ત્રિકાળીમાં ભૂલ શું છે? (ત્રિકાળીમાં) ભૂલ નથી તેમ કબુલ કરે તો પર્યાય છે તેવો નિર્ણય પણ આવી ગયો. પરંતુ એ જે પર્યાય છે તે અનિત્ય અને ક્ષણિક છે... તેથી તે વ્યવહારનયનો વિષય છે.
અહીંયા કહે છે કે – એક નયનો પક્ષ જીવ નિત્ય છે તેવો છે. એક નયનો પક્ષ નિત્ય નથી અનિત્ય છે તેવો બીજી નયનો પક્ષ છે. જીવ અનિત્ય છે તે વ્યવહારનયનો પક્ષ છે. પર્યાયે અનિત્ય છે. અનિત્ય છે જ નહીં તેમ નથી. પરંતુ અહીંયા તો અનિત્યપણાનો વિકલ્પ અને દૃષ્ટિ છોડાવવી છે અનિત્યથી નિત્ય જાણવામાં આવે છે- ચિવિલાસમાં છે. છે બધું (શાસ્ત્રમાં) નીકળે ત્યારે નીકળે ને!
પંચાસ્તિકાયમાં એમ લીધું છે કે- અસંખ્ય પ્રદેશી તેવો એક પ્રદેશી. અસંખ્યપ્રદેશી એ તો પ્રદેશનો નિશ્ચય કરવા માટે બાકી તો એક અભેદ વસ્તુ છે. અસંખ્યપ્રદેશી તે એક અભેદ વસ્તુ છે. સમજમાં આવ્યું?
અહીંયાં કહે છે કે આ પ્રકારે ચિસ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે. તત્ત્વવેદી એટલે તત્ત્વનો જાણવાવાળો “હું નિત્ય છું” તેવો વિકલ્પ છોડી હૈ છે. હું અનિત્ય છું તેવો પર્યાયનો આશ્રય તો છોડી ધે છે પરંતુ હું નિત્ય છું તેવો વિકલ્પ પણ છોડી હૈ છે. આહાહા ! આવો માર્ગ છે.
શ્રોતા- એક સમયનો વિકલ્પ સ્વરૂપમાં નથી.
ઉત્તર:- નહીં, વિકલ્પ છે તે દુઃખ છે- આકુળતા છે. વિકલ્પ સ્વરૂપમાં છે? જો વિકલ્પ સ્વરૂપમાં હોય તો વિકલ્પનો નાશ કેમ થાય? જેનો નાશ થાય છે તે સ્વરૂપમાં કેમ હોય? આહાહા! વિકલ્પ છે પરંતુ વિકલ્પનું સ્થાન (સ્વરૂપમાં) નથી. તત્ત્વવેદી આ વિકલ્પથી પાર છે, પક્ષપાત રહિત છે. તેમાં પક્ષપાત છે જ નહીં.
નિરંતર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે.” આહાહા! શું કહે છે! વિકલ્પથી ભિન્ન પડ્યો, નિર્વિકલ્પ અનુભવ થયો તો હવે પછી તેને ભેદજ્ઞાન કરવું પડતું નથી. તેને નિરંતર આવું ભેદ (જ્ઞાન) વર્તે જ છે. એમ કહે છે. પાઠમાં નિરંતર શબ્દ પડ્યો છે. સમજમાં આવ્યું? પહેલાં વિકલ્પથી રહિતનો ભેદ કર્યો- હવે પછી અંદરમાં વિકલ્પ જ છે નહીં તો પછી ભેદ કરવાનું શું? હવે તો ભેદથી (રહિતપણું) નિરંતર વર્તે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com