________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ રહી !? એટલે કે જો “ખરેખર આત્મા પરને જાણતો હોત તો પર તરફ ઉપયોગ મૂકવાનો રહે!
આમ “ખરેખર એક શબ્દમાં જિનાગમનો બાર અંગનો સાર ભરી દીધો છે. “ખરેખર” શબ્દમાં ઉત્કૃષ્ટ ભેદજ્ઞાન છુપાયેલું છે.
ખરેખર” શબ્દ એક; તેમાં વિશ્વની સિદ્ધિ થઈ ગઈ... પછી વિશ્વની સન્મુખતાનો નિષેધ કર્યો અને પ્રતિભાસરૂપ સ્વચ્છતાનો સ્વીકાર થયો. પ્રમાણમાં લાવીને ફરી વિધિ-નિષેધ કરતાં જ્ઞાનની સ્વચ્છતા પણ જણાતી નથી.... “ જાણનાર જણાય છે” તેવી જ્ઞાન પર્યાય પણ જણાતી નથી.... માત્ર જાણનાર જણાય છે; આમ જાણનારનું લક્ષ કરાવ્યું.
(૪) જ્ઞાન જાણે છે અને જ્ઞાનમાં જણાય છે તે બન્નેનો તફાવત દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
જાણે છે” અને “જણાય છે.” તે બન્ને શબ્દો ઉપર ઉપરથી જોતાં સમાનાર્થી લાગે છે પરંતુ તે બન્ને વચ્ચે બંધમાર્ગ અને મોક્ષમાર્ગનો તફાવત રહેલો છે.
“જાણે છે” તેની પરિભાષાઃ કે જેમાં તન્મય થાય તેને જાણે અને જેને તન્મય થઈને જાણે તેમાં આત્મબુદ્ધિ થયા વિના ન રહે. હવે ધ્રુવને જાણે છે તો તન્મય થઈને જાણે છે. જ્યારે ઉત્પાદુ વ્યય તન્મયતા અર્થાત્ અર્હમ્ વિના જણાઈ જાય છે. ધ્રુવને જાણવામાં પુરુષાર્થ છે. વ્યતિરેકો તો વિના પુરુષાર્થે જણાઈ જાય છે.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ૧૪ નંબરની ગાથામાં કહ્યું કે જ્ઞાની અજ્ઞાનીના પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. વળી જયસેન આચાર્ય ભગવાન શ્રી સમયસાર નિર્જરા અધિકારમાં ફરમાવ્યું કે “દર્પણમેં આયે હુએ પ્રતિબિંબ કે સમાન” જાણે છે. એટલે કે “કાર્યમાં કારણનો ઉપચાર” કરીને કહ્યું કે જ્ઞાન પરને જાણે છે. જાણે તો છે નૈમિત્તિકભૂત જ્ઞયાકારને અને કથન કર્યું પરને જાણે છે. આ વાત શ્રી પ્રવચનસારજીમાં છે.
હવે અજ્ઞાનીને પણ પરને જાણવાની પ્રક્રિયા તો ઈનડાયરેકટ જ ભજે છે; પણ તેને જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ નહીં હોવાથી પર પદાર્થની સન્મુખ અર્થાત્ પરનાં પ્રતિભાસનું લક્ષ કરી લ્ય છે. હવે “જાણે છે” અને “જણાય છે” તે શબ્દોમાં કેવો મર્મ રહેલો છે તે જોઈએ. “જાણે છે.”
“જણાય છે.” જ્ઞયની સન્મુખતા
જ્ઞાનની સન્મુખતા બહિર્મુખતા
અત્તર્મુખતા પરાશ્રયતા
સ્વાશ્રયતા મિથ્યાત્વ
સમ્યકત્વ પરસમ્મુખતા
સ્વસમ્મુખતા બંધ માર્ગ
મુક્તિમાર્ગ સંસાર ઊભો થાય છે
સંસારનો નાશ થાય છે. પર્યાયદષ્ટિ
દ્રવ્યદૃષ્ટિ ખંડ ખંડ ઈન્દ્રિયજ્ઞાન
અંખડમાં અહમ્ મુખ્યપણે પર્યાય વાચક
મુખ્યપણે દ્રવ્યવાચક સક્રિયપણું
નિષ્ક્રિયપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com