________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮
જાણનારો જણાય છે ૯૪૮
ભગવાનની પ્રતિમા સામે ઊભો છે, મારી ચર્મચક્ષુ ભલે પ્રતિમાની સામે છે, પણ મને પ્રતિમા જણાતા નથી હોં !! મને તો ચૈતન્ય પ્રતિમા જણાય છે, તો ઈન્દ્રિયજ્ઞાન અટકીને આત્મામાં જાય. બીજાને એમ લાગે કે આ પ્રતિમાને જાણે છે, પણ એ અંદર ડૂબકી મારીને ચૈતન્ય પ્રતિમાને જાણી લ્ય છે, ત્યારે ઓલા નિમિત્ત કહેવાય. ઉપાદાન જાગે ત્યારે નિમિત્ત કહેવાય.
આ જાણનારો અનુભવમાં આવે છે હોં !? “જાણનારો જણાય રહ્યો છે.” “જાણનારો જણાય રહ્યો છે.” નકાર ન કર! નકાર ન કર! સ્વભાવનો નકાર ન કર. સ્વભાવનો નિષેધ ન કર.
૯૪૯
જાણનારો તને જણાય રહ્યો છે. આને... જાણું! આ મને જણાય છે.! આ જણાય છે...! હમણાં થોડો ટાઈમ રહેવા દે! આમ કરું. આમ કરું. આ જણાય છે, આ જણાય છે.! શું આ નથી જણાતું? હમણાં થોડો ટાઈમ રહેવા દે!!
આહાહા ! એક બે ઘડી પ્રયત્ન તો કર: બધો કોલાહલ છોડી દે! આમ કરું, આમ કરું આ જણાય છે, આ જણાય છે, શું આ નથી જણાતું? રહેવા દે ! કોલાહલ બંધ કરી દે. “જાણનારો જણાય છે તેમ લે! જાણનારો જણાય છે” આવી જા થોડો વખત ! શું આ નથી જણાતું? ભાઈ ! કોલાહલ રહેવા દે ! એ તો નકામો કોલાહલ છે.
આ જણાય છે તે શું ખોટું છે? ભાઈ ! બાપુ! કોલાહલ રહેવા દે! “ જાણનારો જણાય છે”; “જાણનારો જણાય છે; આહાહા ! એક વાર તો અંદર જો તું! તને શું ફાયદો થાય છે કે નથી થતો જો તો ખરો !! સમ્યકદર્શન થાય છે કે નથી થતું !!
તને સમ્યફદર્શન ન થાય તો મારી પાસેથી લઈ જજે ! એમ જ્ઞાનીઓ કહે છે. “જાણનારો જણાય છે” એક વાર તું અંદર આવી જા. આહાહા ! “જાણનારો જણાય છે.” આ જાણનારો અનુભવમાં આવે છે. આ એની વાત ચાલે છે હું હા, ચાલે છે શાસ્ત્રનાં આધારે ઘરની વાત નથી. શાસ્ત્રનો આધાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com