________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૧૭ આત્માથી એટલે અઉપયોગ એવો જે રાગ એ જડ છે અને ભિન્ન છે તેને એક માની બેઠો છે. નિશ્ચયથી મૂઢ અજ્ઞાની જીવ એક માની બેઠો છે. હવે તેવા જીવને “આ અનુભૂતિ છે તે જ હું છું” એમ આગલા પારામાં શબ્દો હતા. આ અનુભૂતિ છે તે જ હું છું એવા જ્ઞાનથી પ્રાપ્ત એ જ શબ્દ અહીંઆ છે. તેને તે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માનો સ્વીકાર કર્યો, તેને આત્મજ્ઞાન થયું.
અને અજ્ઞાનીને “અનુભૂતિ સ્વરૂપ આત્મા છે તે હું છું” તેવું જ્ઞાન ઉદય થતું નથી. કેમકે રાગ તે હું છું. હવે રાગ તે હું છું એમ આવ્યું એટલે જ્ઞાયક તે હું છું તેમ આવ્યું નહીં. તેથી આ અનુભૂતિ છે તે જ હું છું તેવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.
ત્યાં એમ કહ્યું કે એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, ત્યાં આત્મજ્ઞાન લીધું, “જ્ઞાયક તે હું છું.” અને આ (અજ્ઞાની) જ્ઞાયકને ચૂકી ગયો. દેહ મારો, પૈસા મારા, કુટુંબ મારું, આબરૂ મારી, આહાહા એમ પરમાં મારાપણાની બુદ્ધિ કરતો, પરને વશ થતો, પરની સાથે એકત્વ બુદ્ધિ કરતો, હે! મૂઢ અજ્ઞાની ! કેઃ “આ જાણનારો જણાય રહ્યો છે.” “જાણનારો તે હું જ છું” જાણનારો તે હું જ છું તે ચૂકી જાય છે અને જે જણાય છે તે મારું છે, જે (૫૨) જણાય છે તે મારું છે, સમયે સમયે નવું નવું જણાય છે, ત્યારે પ્રત્યેક શેયમાં આત્મબુદ્ધિ કરતો ભિન્ન ભિન્ન જ્ઞયો જણાય છે; ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન જ્ઞયમાં આત્મબુદ્ધિ કરતો પણ એ સળંગપણે જણાતો જ્ઞાયકભાવ તે “હું છું” એમ ચૂકી જાય છે. સળંગપણે શેય બદલતું જ રહે છે.
૯૪૭
પહેલાં આત્માને જાણ કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. આહાહા ! અને જાણનારો વર્તમાનમાં અનુભવમાં આવે છે કે જાણનારો તે હું છું. જાણનારો અનુભવમાં આવે છે. જાણનારો જણાય રહ્યો છે. જાણનારો જ્ઞાયકભાવ જણાય રહ્યો છે. આહાહા! વગર પુરુષાર્થે જણાઈ રહ્યો છે. ગજબની વાત છે. જે જણાય રહ્યો છે એ તો એનો સ્વભાવ છે. એમાં પુરુષાર્થની જરૂર નથી. વગર પુરુષાર્થે જણાય રહ્યો છે. જાણનારો સમયે સમયે જણાય રહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com