________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮
જાણનારો જણાય છે પૂર્ણપદની પ્રાપ્તિ થાય છે.
૮૦૨
આહાર કરતાં હોય ત્યારે, ચાંદીની થાળીમાં જમતા હોય ત્યારે પણ જાણનાર જણાય છે.” નિર્વિકલ્પ ધ્યાનમાં તો “જાણનાર જણાય” પણ યાત્રાએ નીકળ્યા હોઈએ ત્યારે પણ “ જાણનાર જણાય છે” ભાઈ ! બીજાને એમ લાગે કે આ પરને જાણે છે, પણ પરને જાણનાર જ્ઞાન જુદું છે.
ગઈકાલે કહ્યું હતું કે જેમ સર્ષ બે મોઢાવાળો હોય છે; તેમ આ જ્ઞાનની પર્યાય બે મુખવાળી હોય છે. એક અત્તરમુખી જ્ઞાન; બીજું બહિર્મુખી જ્ઞાન. બહિર્મુખી જ્ઞાનમાં પર જણાય છે. અંત્તમુખ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ જણાય છે. અને તે જ્ઞાન વધતું વધતું કેવળજ્ઞાન થઈ જાય છે, અને ઇન્દ્રિયજ્ઞાનનો ક્ષય થઈ જાય છે.
૮૦૩
એક વાત કરી; હવે બીજી વાત. જ્ઞાતઃ તે તો તે જ છે. એટલે “જાણનારો જણાયો છે. જ્યારે પર પદાર્થોનો એમાં પ્રતિભાસ થાય છે. ત્યારે પણ “ જાણનારો જણાય છે” એમ સિદ્ધ કરવું છે. એ સિદ્ધ કરવા માટે જગતના જીવોને ખ્યાલ આવે એટલા માટે દષ્ટાંત આપે છે.
૮O૪
વેદ્ય એટલે જણાવા યોગ્ય છે અને વેદક એટલે જાણનારો “હું” તેવો ભેદ નથી. ત્યારે અનુભવ થાય છે. દષ્ટિપૂર્વક જ્ઞાનમાં આખો આત્મા શેય થાય છે. દષ્ટિપૂર્વક સ્યાદ્વાદ સાથે સુસંગત છે. દ્રવ્યના જ્ઞાન સાથે પર્યાયનું જ્ઞાન જો ન થયું તો મિથ્યા એકાંત છે અને એ પ્રથમથી જ અનેકાંતમાં રહ્યો તો પણ મિથ્યા છે.
૮૦૫
ભલે શેય સાપેક્ષતાથી યાકાર કહ્યું તો પણ સાધકનું જ્ઞાન શેયને જાણતું નથી. શૈયાકાર જ્ઞાનને પણ જાણતું નથી. એ તો આત્માને જાણે છે. જો આત્માનું જ્ઞાન ન થતું હોય તો અજ્ઞાન થાત. યકૃત અશુદ્ધતા એટલે અજ્ઞાન થાત. પણ અજ્ઞાન કેમ થતું નથી ? કારણ કે પ્રતિમાની સામે જુએ ત્યારે જાણનારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com