________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
|| અધ્યાય : ૩ ઔદયિકભાવ કહે છે. ૩૪૪ પ્ર. પારિણામિકભાવ કોને કહે છે?
ઉ. જે કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવનો સ્વભાવ માત્ર હોય તેને પારિણામિકભાવ કહે છે. ૩૪૫ પ્ર. ઔપશમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. સમ્યકત્વભાવ અને ચારિત્રભાવ. ૩૪૬ પ્ર. ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે?
ઉ. નવ ભેદ છે. ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દર્શન, ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિકઉપભોગ, અને ક્ષાયિકવીર્ય. ૩૪૭ પ્ર. લાયોપથમિકભાવના કેટલા ભેદ છે?
ઉ. ૧૮ છે:- સમ્યકત્વ, ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન, દેશસંયમ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન, કુઅવધિજ્ઞાન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. ૩૪૮ પ્ર. ઔદયિકભાવ કેટલા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com