________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર ]
[ અધ્યાય : ૨ ૩૦૩ પ્ર. ભાવબંધનું ઉપાદાન કારણ શું છે?
ઉ. ભાવબંધના વિવક્ષિત સમયથી અનંતર પૂર્વ ક્ષણવર્તી યોગ કષાયરૂપ આત્માના પર્યાય વિશેષને ભાવબંધનું ઉપાદાન કારણ કહે છે. ૩૦૪ પ્ર. ભાવાસવ કોને કહે છે?
ઉ. દ્રવ્યબંધના નિમિત્ત કારણ અથવા ભાવબંધના ઉપાદાન કારણને ભાવાગ્નવ કહે છે. ૩૦૫ પ્ર. દ્રવ્યાસવ કોને કહે છે?
ઉ. દ્રવ્યબંધના ઉપાદાન કારણ અથવા ભાવબંધના નિમિત્ત કારણને દ્રવ્યાસ્રવ કહે છે. ૩૦૬ પ્ર. પ્રકૃતિબંધ અને અનુભાગબંધમાં શો ભેદ છે?
ઉ. પ્રત્યેક પ્રકૃતિના ભિન્નભિન્ન ઉપાદાન શક્તિ યુક્ત અનેક ભેદરૂપ કાર્માણ સ્કંધનો આત્માની સાથે સંબંધ થવાને પ્રકૃતિબંધ કહે છે. અને તે જ સ્કંધોમાં લદાન શક્તિના તારતમ્યને (ન્યૂનાધિકતાને ) અનુભાગબંધ કહે છે. ૩૦૭ પ્ર. સમસ્ત પ્રકૃતિઓના બંધનું કારણ સામાન્યતાથી યોગ છે અથવા તેમાં કાંઈ વિશેષતા છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com