________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ અધ્યાય : ૨ ૨૫૧ પ્ર. અદ્ધાપલ્ય કોને કહે છે?
ઉ. બે હજાર કોશ ઊંડો અને બે હજાર કોશ પહોળો એવા ગોળ ખાડામાં, જેનો કાતરથી બીજો ભાગ ન થઈ શકે એવા ઘેટાના વાળોને ભરવા. પછી જેટલા વાળ તેમાં સમાય, તેમાંથી એક એક વાળ સો, સો, વર્ષે બહાર કાઢવો; જેટલા વર્ષોમાં તે સર્વ વાળ નીકળી જાય તેટલાં વર્ષોના જેટલા સમય થાય તેને વ્યવહાર૫લ્ય કહે છે. વ્યવહાર પલ્યથી અસંખ્યાતગુણો ઉદ્ધાર થાય છે. અને ઉદ્ધારપલ્યથી અસંખ્યાતગુણો અદ્ધાપલ્ય થાય છે. ૨પર પ્ર. મુહૂર્ત કોને કહે છે?
ઉ. અડતાળીસ(૪૮) મિનિટનો એક મુહૂર્ત થાય છે. ૨૫૩ પ્ર. અન્તર્મુહૂર્ત કોને કહે છે?
ઉ. આવલીથી ઉપર અને મુહૂર્તથી નીચેના કાળને અન્તર્મુહૂર્ત કહે છે. ૨૫૪ પ્ર. આવલી કોને કહે છે?
ઉ. એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય છે. ૨૫૫ પ્ર. શ્વાસોચ્છવાસ કાળ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com