________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
[ અધ્યાય : ૨ વેદનીય ૧, નીચગોત્ર ૧, નરકાયુ ૧, અને નામકર્મની ૫૦ (નરકગતિ ૧, નરકગયાનુપૂર્વી ૧ તિર્યગતિ ૧, તિર્યગ્નત્યાનુપૂર્વી ૧, જાતિમાંથી આદિની ચાર, સંસ્થાનના અન્તની ૫, સંહનન અંતની ૫, સ્પર્શાદિક ૨૦, ઉપઘાત ૧, અપ્રશસ્ત વિહાયો ગતિ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાતિ ૧, અનાદેય ૧, અયશકીર્તિ ૧, અશુભ ૧, દુર્ભગ ૧, દુ:સ્વર ૧, અસ્થિર ૧, સાધારણ ૧) એ સર્વ મળીને ૧૦૦ પાપ પ્રકૃતિ છે. ૨૪૫ પ્ર. પુણ્યપ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
ઉ. અડસઠ(૬૮) છે:- કર્મની સમસ્ત પ્રકૃતિ ૧૪૮ છે, જેમાંથી ૧OO પાપ પ્રકૃતિ બાદ કરવાથી બાકી રહેલ ૪૮ પ્રકૃતિ અને નામકર્મની સ્પર્ધાદિ ૨૦ પ્રકૃતિ, પુણ્ય અને પાપ એ બન્નેમાં ગણાય છે; કેમકે તે વીશે(૨૦) પ્રકૃતિ સ્પર્ધાદિ કોઈને ઈષ્ટ અને કોઈને અનિષ્ટ હોય છે. તે માટે ૪૮માં સ્પર્ધાદિ ૨૦ પ્રકૃતિ મેળવવાથી ૬૮ પુણ્ય પ્રકૃતિ થાય છે. ૨૪૬ પ્ર. સ્થિતિબંધ કોને કહે છે?
ઉ. કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાનું પડવું તેને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com