________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૪૩ ૧૯૧ પ્ર. આનુપૂર્વીનામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આત્માના પ્રદેશ મરણના પછી અને જન્મની પહેલાં રસ્તામાં અર્થાત્ વિગ્રહગતિમાં મરણના પહેલાના શરીરના આકારે રહે. ૧૯૨ પ્ર. અગુરુલઘુ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાની માફક ભારે અને આકડાના રૂની માફક હલકું ન હોય. ૧૯૩ પ્ર. ઉપઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી પોતાનો ઘાત જ કરનાર અંગ હોય, તેને ઉપઘાત નામકર્મ કહે છે. ૧૯૪ પ્ર. પરઘાત નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળા અંગ ઉપાંગ હોય. ૧૯૫ પ્ર. આતાપ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આતાપરૂપ શરીર હોય. જેમકે- સૂર્યનું પ્રતિબિમ્બ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com