________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ અધ્યાય : ૨
ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ (સિકલ ) બન્ને, તેને સંસ્થાન નામકર્મ કહે છે.
૧૭૪ પ્ર. સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની આકૃતિ, ઉપર નીચે તથા મધ્યમાં સરખે ભાગે બને.
૧૭૫ પ્ર. ન્યગ્રોધપરિમંડલ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર વડના વૃક્ષની માફક હોય, અર્થાત્ જેના નાભિથી નીચેના અંગ નાના અને ઉપરના અંગ મોટા હોય.
૧૭૬ પ્ર. સ્વાતિ સંસ્થાન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી નીચેનો ભાગ સ્થૂલ અથવા મોટો હોય અને ઉપરનો ભાગ પાતળો(નાનો ) હોય. ૧૭૭ પ્ર. કુબ્જક સંસ્થાન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી કૂબડું શરીર હોય.
૧૭૮ પ્ર. વામન સંસ્થાન કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી શરીર ઘણું જ ઠીંગણું હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com