________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ અધ્યાય : ૨ અસ્થિર નામ કર્મ એક, શુભ નામ કર્મ એક, અશુભ નામ કર્મ એક, સુભગ નામ કર્મ એક, દુર્ભગ નામ કર્મ એક, સુસ્વર નામ કર્મ એક, દુઃસ્વર નામ કર્મ એક, આદેય નામ કર્મ એક, અનાદય નામ કર્મ એક, યશકીર્તિનામકર્મ એક, અયશકીર્તિનામકર્મ એક, તીર્થકર નામ કર્મ એક. ૧૬૬ પ્ર. ગતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મ જીવનો આકાર નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના સમાન બનાવે. ૧૬૭ પ્ર. જાતિ કોને કહે છે?
ઉ. અવ્યભિચારી સદશતાથી એકરૂપ કરવાવાળા વિશેષને જાતિ કહે છે. અર્થાત્ તે સદશધર્મવાળા પદાર્થોને જ ગ્રહણ કરે છે. ૧૬૮ પ્ર. જાતિ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય કહેવાય. ૧૬૯ પ્ર. શરીર નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી આત્માના ઔદારિકાદિ શરીર બને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com