________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ અધ્યાય : ૨ અવધિજ્ઞાનાવરણ, મન:પર્યયજ્ઞાનાવરણ, અને કવલજ્ઞાનાવરણ. ૧૪૩ પ્ર. દર્શનાવરણ કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના દર્શન ગુણના પર્યાયનો ઘાત કરે તેને દર્શનાવરણ કર્મ કહે છે. ૧૪૪ પ્ર. દર્શનાવરણ કર્મના કેટલા ભેદ છે?
ઉ. નવ છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, અને ત્યાનગૃદ્ધિ. ૧૪૫ પ્ર. વેદનીય કર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ફળથી જીવને આકુલતા થાય અર્થાત્ જે અવ્યાબાધ ગુણના પર્યાયનો ઘાત કરે તેને વેદનીય કર્મ કહે છે. ૧૪૬ પ્ર. વેદનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- શાલાવેદનીય અને અશાતાવેદનીય. ૧૪૭ પ્ર. મોહનીય કર્મ કોને કહે છે?
ઉ. જે આત્માના શ્રદ્ધા અને ચારિત્ર ગુણના પર્યાયોનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com