________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ |
[ અધ્યાય : ૧ ચતુરિન્દ્રિય જીવોને આઠ પ્રાણ-સ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય, વચન, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય. પંચેન્દ્રિય અસંશી જીવોને નવ પ્રાણસ્પર્શનેન્દ્રિય, કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય વચન, ધ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને દશપ્રાણ-સ્પર્શનેન્દ્રિય કાયબળ, શ્વાસોચ્છવાસ, આયુ, રસનેન્દ્રિય, વચન ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય, અને મનબળ. ૧૨૬(ક) પ્ર. ભાવપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે છે:- ભાવેન્દ્રિય અને બલપ્રાણ. ૧૨૬(ખ) પ્ર. ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. ૧૨૭ પ્ર. બલપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છે. મનોબલ, વચનબલ, અને કાયબલ. ૧૨૮ પ્ર. વૈભાવિક ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના નિમિત્તથી બીજા દ્રવ્યનો સંબંધ થતાં આત્મામાં વિભાવ પરિણતિ થાય, તે શક્તિને વૈભાવિક ગુણ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com