________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ અધ્યાય : ૪ ૧, પ્રચલાપ્રચલા ૧, સ્યાનગૃદ્ધિ ૧, ઉધોત ૧, આતાપ ૧, એકેન્દ્રિય ૧, સાધારણ ૧, સૂક્ષ્મ ૧, સ્થાવર ૧, અપ્રત્યાખ્યાનાવરણની ૪, પ્રત્યાખ્યાનાવરણની ૪, નોકષાયની ૯, સંજ્વલન ક્રોધ ૧, માન ૧, માયા ૧, નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧) ને ઘટાડવાથી બાકી રહેલી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે. ૫૪૨ પ્ર. અગિયારમા ઉપશાંતમો ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાતચારિત્રને ધારણ કરવાવાળા મુનિને અગિયારમું ઉપશાંતમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતા મોહનીયના ઉદયથી જીવ નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે. ૫૪૩ પ્ર. ૧૧મા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. દશમાં ગુણસ્થાનમાં જે ૧૭ પ્રકૃતિઓનો બંધ થતો હતો, તેમાંથી બુચ્છિત્તિપ્રકૃતિ ૧૬ એટલે જ્ઞાનાવરણની ૫, દર્શનાવરણની ૪, અત્તરાયની ૫, યશ-કીર્તિ ૧, ઉચ્ચગોત્ર ૧, એ સર્વને ઘટાડવાથી બાકી રહેલી એક માત્ર શાતાવેદનીય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com