________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧૨૧ વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તેને દ્વિતીયોપશમ સમ્યકત્વ કહે છે. ૪૯૧ પ્ર. આવલી કોને કહે છે?
ઉ. અસંખ્યાતસમયની એક આવલી થાય છે. ૪૯૨ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનમાં જેની બુચ્છિત્તિ છે, એવી સોળ પ્રકૃતિઓ ઘટાડવાથી ૧૦૧ પ્રકૃતિઓનો બંધ સાસાદન ગુણસ્થાનમાં થાય છે. તે સોળ પ્રકૃતિનાં નામ-મિથ્યાત્વ, હુડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, અસંપ્રાસાસૃપાટિકાસનન, એન્દ્રિયજાતિ, વિકલત્રય જાતિ ત્રણ, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણ એ સોળ છે. ૪૯૩ પ્ર. વ્યચ્છિત્તિ કોને કહે છે?
ઉ. જે ગુણસ્થાનમાં કર્મપ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્ત્વ (સત્તા)ની બુચ્છિત્તિ કહી હોય, તે ગુણસ્થાન સુધી જ તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્તા પ્રાપ્ત થાય છે. આગળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com