________________
(૭૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ अथाह शिष्यः, कथं तयोर्विशेष इति केनोपायेन स्वपरयोर्भेदो विज्ञायेत। तद्धि ज्ञातुश्च किं स्यादित्यर्थः। गुरुराह
गुरुदेशादभ्यासात्संवित्तेः स्वपरान्तरं। जानाति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम्।।३३।।
“આ શરીર જડ છે. તે સુખ-દુઃખને કાંઈ જાણતું નથી, છતાં મૂઢબુદ્ધિ-બહિરાત્મા તેનામાં નિગ્રહ-અનુગ્રહબુદ્ધિ (અપકાર-ઉપકારબુદ્ધિ) કરે છે.'
આ જીવ, વસ્તુસ્વરૂપથી અજાણ હોવાથી પોતાના આત્માથી સર્વથા ભિન્ન શરીરાદિનું કાંઈ કરી શકતો નથી તો પણ અજ્ઞાનથી તેની રક્ષા કરવા આદિરૂપ ઉપકાર કરવાના વિકલ્પમાં લાગ્યો રહે છે માટે આચાર્યનો તેને ઉપદેશ છે કે, “અવિદ્યાનો ત્યાગ કરી તત્ત્વજ્ઞાની બન અને પર ઉપકાર કરવાનો વિકલ્પ છોડી શુદ્ધાત્મા બનવારૂપ આત્મોપકાર
કર.'
અહીં શિષ્ય કહે છે- કઈ રીતે તે બંને વચ્ચેનો ભેદ જણાય? અર્થાત્ ક્યા ઉપાયથી સ્વ-પરનો ભેદ જણાય? તે ભેદ જાણનારને શું (લાભ) થાય ? એવો અર્થ
છે.
આચાર્ય કહે છે:
શ્લોક-૩૩ [:] જે [ ગુરુપતિ ] ગુરુના ઉપદેશથી [ભ્યાસાર્] અભ્યાસ દ્વારા [સંવિ7] સ્વસવેદનથી [સ્વપSત્તરં] સ્વ-પરનો ભેદ [નાનાતિ] જાણે છે [૩] તે [નિરન્તરં] નિરંતર [ મોક્ષસૌથં] મોક્ષનું સુખ [નાનાતિ] અનુભવે છે.
१.न जानन्ति शरीराणि सुख-दुःखान्यबुद्धयः। निग्रहानुग्रहधियं तथाप्यत्रैव कुर्वते।।६१।।
( [ સમાધિતંત્રે, શ્રી પૂMયપાવાવાર્ય:] ગુરુ-ઉપદેશ, અભ્યાસ ને, સંવેદનથી જેહ,
જાણે નિજ-૫૨ ભેદને, વેદે શિવ-સુખ તેહ. ૩૩. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com