________________
(૭૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ यतश्चैवं तत:
परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो भव। उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत्।।३२।।
કર્મ તો જડ છે. તેને તો સુખ-દુ:ખ નહિ હોવાથી હિત-અહિત હોતું નથી, પણ જીવના હીનાધિક પુરુષાર્થની અપેક્ષાએ તે બળવાન કે બળહીન કહેવાય છે. જીવના વર્તમાન પુરુષર્થે ઉપર જ કર્મના બળનું માપ વ્યવહારે અંકાય છે. કર્મનો જ્યારે સંચય થાય છે ત્યારે કર્મ પોતાનું હિત ઇચ્છે છે એમ કહેવાય છે. તે જડ હોવાથી તેને ચાહના કે ઇચ્છા હોતી નથી. કર્મ કર્મનું હિત ઇચ્છે છે એટલે કર્માવિષ્ટ જીવ કર્મનો સંચય કરે છે- એવો ટીકાકારનો કહેવાનો ભાવ છે.
જ્યારે જીવ સ્વ-સ્વરૂપનું ભાન કરી, પરથી હુઠી સ્વસમ્મુખ તરફનો પુરુષાર્થ જેમ જેમ વધારતો જાય છે, તેમ તેમ તેનું (જીવનું) બળ વધતું જાય છે અને કર્મનું નિમિત્તપણે તૂટતું જાય છે. એ સમયે જીવની સબળતા થઈ અને કર્મની નિર્બળતા થઈ એમ કહેવામાં આવે
જ્યારે જીવ સ્વરૂપથી શ્રુત થઈ પર તરફનું-કર્મ, નિમિત્તાદિ તરફ-વલણ કરી પરની સાથે એકતાબુદ્ધિરૂપ ઊંધો પુરુષાર્થ કરે છે, ત્યારે તે કર્મને સ્વયં વશ થઈ જાય છે. એ સમયે જીવની નિર્બળતા છે અને કર્મની તે કાળે સબળતા છે, એમ કહેવામાં આવે છે.
પરની સાથે એકતાબુદ્ધિ આદિ થતાં જીવને રાગદ્વેષાદિ થાય છે. આ રાગ-દ્વેષાદિના નિમિત્તે કર્મબંધ સ્વયં થાય છે, એ રીતે કર્મની સંતતિ ચાલુ રાખવામાં જીવ સ્વયં જ અપરાધી છે; કર્મ કે નિમિત્તનો તેમાં કાંઈ દોષ નથી. કર્મનું સબળપણું કે નિર્બળપણું કહેવું તે વ્યવહારનયનું કથન છે.
અજ્ઞાની જીવના પરિણામને નિમિત્ત કરીને પુદગલો કર્મપણે પરિણમે છે અને પુગલકર્મને નિમિત્ત કરીને અજ્ઞાની જીવ પણ પરિણમે છે. એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે, પણ પરસ્પર કર્તા-કર્મભાવ નથી.' ૩૧. (જુઓ, શ્રી સમયસાર ગા. ૮૦, ૮૧, ૮૨ ની ટીકા) એમ છે તેથીઃ
* ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮
(શ્રીમદ્ રાજચન્દ્ર કૃત- “આત્મસિદ્ધિ” . ૭૮) દશ્યમાન દેહાદિનો, મૂઢ કરે ઉપકાર,
ત્યાગી પર ઉપકારને, કર નિજનો ઉપકાર. ૩૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com