________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦). ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअत्राह शिष्यः -तर्हि कथं बन्धस्तत्प्रतिपक्षश्च मोक्ष इति भगवन्। यद्यात्मकर्मद्रव्ययोरध्यात्मयोगेन विश्लेष: क्रियते तर्हि कथं केनोपायप्रकारेण तर्योबन्धः परस्परप्रदेशानुप्रवेशलक्षण: संश्लेष: स्यात्। तत्पूर्वकत्वाद्विश्लेषस्य। कथं च तत्प्रतिपक्षो बन्धविरोधीमोक्ष: सकलकर्मविश्लेषलक्षणो जीवस्य स्यात्तस्यैवानंतसुखहेतुत्वेन योगिभि: प्रार्थनीयत्वात्। गुरुराह
बध्यते मुच्यते जीवः सममो निर्ममः क्रमात्। तस्मात्सर्वप्रयत्नेन निर्ममत्वं विचिन्तयेत्।।२६।।
શ્લોક-૨૪ માં કહ્યું છે કે “અધ્યાત્મયોગથી કર્મોની શીધ્ર નિર્જરા થાય છે' – એ કથન પૂર્વબદ્ધ કર્મોની અપેક્ષાએ અપેક્ષએ છે. જ્યારે આત્માનું પરમાત્મા સાથે એકીકરણ થાય છે, ત્યારે આત્મા જ ચિત્માત્ર થઈ જાય છે, તો પછી આત્માનો દ્રવ્યકર્મો સાથે સંબંધ જ કેવી રીતે બને ? ઉત્કૃષ્ટ અદ્વૈત ધ્યાનાવસ્થામાં નવાં કર્મનો કોઈપણ પ્રકારનો સંબંધ નથી, તો છૂટવું કોનું (નિર્જરા કોની)? તેથી સિદ્ધયોગી યા ગતયોગી અથવા અયોગકેવલી ને કર્મોની નિર્જરા કહી છે તે પૂર્વબદ્ધ કર્મોની થાય છે એમ સમજવું. તેમને કર્મોની નિર્જરા થાય છે- એ કહેવું એ વ્યવહારનયથી છે, નિશ્ચયનયથી નહિ. ૨૫.
અહીં શિષ્ય કહે છે ત્યારે બંધ અને તેનો પ્રતિપક્ષરૂપ મોક્ષ કેવી રીતે? ભગવાન્ ! જો અધ્યાત્મયોગથી આત્મદ્રવ્ય અને કર્મદ્રવ્યનો વિશ્લેષ (એક બીજાથી ભિન્ન) કરવામાં આવે, તો કેવીરીતે એટલે કયા પ્રકારના ઉપાય વડે, તે બંનેનો બંધ-અર્થાત્ પરસ્પર પ્રદેશોનું પ્રવેશલક્ષણ સંશ્લેષ (સંયોગરૂપ બંધ) હોય? કારણ કે તે પૂર્વક (બંધપૂર્વક) જ વિશ્લેષ (વિયોગ) હોય; અને તેનો પ્રતિપક્ષી એટલે બન્ધ વિરોધી મોક્ષ જે સંપૂર્ણ કર્મોના વિશ્લેષ (અભાવ ) લક્ષણવાળો છે તે જીવને કેવી રીતે હોઈ શકે ? કારણ કે અનંતસુખનું કારણ હોવાથી યોગીઓ દ્વારા તે પ્રાર્થનીય છે. ગુરુ કહે છે -
* परदव्वरओ बज्झदि विरओ मुच्चेइ विविह-कम्मेहिं। एसो जिणउवदेसो समासदो बन्ध-मुक्खस्स।।२३।।
| [ મોક્ષપ્રામૃત] મોહી બાંધે કર્મને, નિર્મમ જીવ મુકાય,
તેથી સઘળા યત્નથી, નિર્મમ ભાવ જગાય. ૨૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com