________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદपुनराह शिष्यः ‘भोगोपभोगायेति।' भगवन्! यद्येवं धनार्जनस्य पापप्रायतया दु:खहेतुत्वात् धनं निद्यं, तर्हि धनं विना सुखहेतोभॊगोपभोगस्यासंभवात्तदर्थं स्यादिति प्रशस्यं भविष्यति। भोगो भोजनताम्बूलादिः। उपभोगो वस्तु कामिन्यादिः। भोगाश्चोपभोगाश्च भोगोपभोगं तस्मै। अत्राह गुरुः। तदपि नेति न केवलं पुण्यहेतुतया धनं प्रशस्यमिति यत्त्वयोक्तं तदुक्तरीत्या न स्यात्। किं तर्हि ? भोगोपभोगार्थतया धनं तत्साधनं प्रशस्यमिति। यत्त्वया संप्रत्युच्यते तदपि न स्यात्। कुत इति चेत्, यतः।
પાણીથી જ ભરપૂર રહે છે) (જેમ વર્ષાઋતુમાં નદીઓમાં મેલા પાણીનું પૂર આવે છે તેમ અન્યાયથી ઉપાર્જિત ધનથી ધનમાં ઘણો વધારો થાય છે).
ભાવાર્થ- “પૂજા-પાત્રદાનાદિમાં ધન ખર્ચ કરવાથી નવીન પુણ્યની પ્રાપ્તિ થશે અને પૂર્વોપાર્જિત પાપનો ક્ષય થશે” – એમ સમજી ધનહીન માણસ દાન માટે નોકરી ખેતી આદિ કાર્ય કરી ધન કમાય છે. (ધન કમાવાનો ભાવ સ્વયં પાપભાવ છે.) તે માણસ, “સ્નાન કરી લઈશ” એમ સમજી પોતાના શરીર ઉપર કાદવ ચોપડનાર મૂર્ખ માણસ જેવો છે.
જેમ કોઈ માણસ પોતાના નિર્મળ શરીર ઉપર કાદવ ચોપડી પછી સ્નાન કરે તો તે મૂર્ખ ગણાય છે, તેમ કોઈ માણસ ધન કમાઈ તે ધન દાનાદિમાં ખર્ચ કરે તો તે માણસ પણ તેના જેવો જ મૂર્ખ છે, કારણ કે તે એમ સમજે છે કે ધનોપાર્જનમાં જે પાપ થશે તે દાનાદિથી ઉપાર્જિત પુણ્યથી નાશ પામશે, પણ આ એનો ભ્રમ છે.
જેમ વર્ષાઋતુમાં નદીઓ મેલા પાણીથી જ ઉભરાય છે, તેમ પાપભાવથી ધનનું ઉપાર્જન થાય છે. માટે ધનોપાર્જન કરવાનો પાપભાવ કરવો અને પછી તે ધનને પુણ્યોપાર્જન માટે પૂજા- પાત્રાદાનાદિ શુભ કાર્યમાં “હું તે ખર્ચીશ” એવો અજ્ઞાન ભાવ કરવો મૂઢતા છે. ૧૬.
શિષ્ય ફરીથી કહે છે- “ભોગ અને ઉપભોગને માટે' હે ભગવન્! જો એ રીતે ધનોપાર્જનમાં પ્રાયઃ પાપ હોય વા ધન દુઃખનું કારણ હોય અને તેથી તે નિંદ્ય હોય, તો ધન વિના સુખના કારણરૂપ ભોગ-ઉપભોગ અસંભવિત બને; તેથી તે (ભોગ-ઉપભોગ) માટે ધન હોય તો તે પ્રશંસનીય છે.
ભોજન, તાબુલ આદિ તે ભોગ છે અને વસ્તુ, સ્ત્રી આદિ ઉપભોગ છે. ભોગ અને ઉપભોગ-તે ભોગોપભોગ-તે માટે (ધન હોવું યોગ્ય છે, એમ શિષ્યની દલીલ છે).
અહીં આચાર્ય કહે છે- તે વાત પણ નથી. “પુણ્યના કારણે ધન પ્રશંસનીય છે” એમ જે તે કહ્યું તે રીતે (પ્રશંસનીય) હોઈ શકે નહિ. વળી ભોગ-ઉપભોગ માટે તેનું (ધનનું) સાધન પ્રશંસનીય છે એમ જે તે હમણાં કહ્યું તે પણ કેમ બની શકે? જો તું કહે, “કેમ?” તો કારણ એ છે કે:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com