________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદटीका- नेक्षते न पश्यति। कौऽसौ ? मूढो धनाद्यासक्त्या लुप्तविवेको लोकः। कां? विपत्तिं चौरादिना क्रियमाणां धनापहाराद्यापदां। कस्य ? आत्मन: स्वस्य। केषामिव, परेषामिव यथा इमे विपदा आक्रम्यन्ते तथाहमप्याकंतव्य इति न विवेचय तीत्यर्थः। क इव ? प्रदह्यमानैः दावानलज्वालादिभिर्भस्मीक्रियमाणैर्मृगैर्हरिणादिभिरा कीर्णस्य संकुलस्य वनस्यांतरे मध्ये वर्तमानं तरुं वृक्षमारुढो जनो यथा आत्मनो मृगाणामिव विपत्तिं न પશ્યતા
पुनराह शिष्यः कुत एतदिति, भगवन्। कस्माद्धेतोरिदं सन्निहिताया अपि विपदो अदर्शनं जनस्य।
गुरुराह- लोभादिति, वत्स! धनादिगार्ध्या पुरोवर्तिनीमप्यापदं धनिनो न पश्यंति। યત:
ટીકા- દેખતો નથી- જોતો નથી. કોણ છે? મૂઢ અર્થાત્ ધનાદિની આસક્તિથી વિવેકહીન બનેલો લોક. કોને (દેખતો નથી)? વિપત્તિને-અર્થાત ચોર વગેરેથી કરવામાં આવતી ધન-અપહરણ આદિરૂપ આપદાને. કોની? આત્માની–પોતાની. કોની માફક ? બીજાઓની માફક. જેમ આ (મૃગો) આપદાથી (સંકટથી) ઘેરાઈ ગયાં છે, તેમ હું પણ (વિપત્તિથી) ઘેરાઈ જઈશ ( વિપત્તિનો ભોગ બનીશ) એમ તે ખ્યાલ કરતો નથી – એવો અર્થ છે. કોની માફક? બળી જતાં-દાવાનલની જ્વાળાઓથી ભસ્મીભૂત બનતા-મૃગોથીહરિણાદિથી ભરેલા વનની મધ્યમાં આવેલા વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની માફક; તે (મનુષ્ય) મૃગોની વિપત્તિની જેમ પોતાની વિપત્તિને દેખતો નથી.
ભાવાર્થ- મૃગ આદિ અનેક પ્રાણીઓથી ભરેલા વનમાં આગ લાગતાં, તેનાથી બચવા માટે કોઈ માણસ વનની મધ્યમાં આવેલા વૃક્ષ ઉપર ચઢીને બેસે છે અને અગ્નિની
જ્વાળાઓથી ભસ્મીભૂત બનતાં પ્રાણીઓને નિહાળે છે. તે વખતે એમ ધારે છે કે, “હું તો વૃક્ષ ઉપર સહીસલામત છું, અગ્નિ અને નુકશાન કરશે નહિ; પરંતુ તે અજ્ઞાનીને ખબર નથી કે અગ્નિ થોડી વારમાં વૃક્ષને અને તેને પણ ભરખી જશે. એ પ્રમાણે મૂઢ જીવ, ધનાદિકના કારણે બીજાઓ ઉપર આવતી આપત્તિઓને દેખવા છતાં પોતાને સહિસલામત માને છે અને કદી વિચાર પણ કરતો નથી કે તેવી વિપત્તિઓ મોડી-વહેલી તેના ઉપર પણ આવી પડશે અને કાલાગ્નિ તેને પણ ભરખી જશે. ૧૪.
ફરી શિષ્ય કહે છે- એમ કેમ? ભગવન્! કયા કારણથી નજીક આવેલી આપદાઓને પણ માણસ દેખતો નથી?
ગુરુ કહે છે- “લોભના કારણે, હે વત્સ! ધનાદિની વૃદ્ધિ એટલે આસક્તિથી ધનિકો, સામે (આગળ) ઉપસ્થિત (આવી પડેલી) આપદાને પણ દેખતા નથી, કારણકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com