________________
(૨૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા)
ઇષ્ટોપદેશ शक्तिव्यक्तिरूपतया युगपत् प्रवृत्ति ज्ञापनार्थ द्वयी ग्रहणं, शेषदोषाणां च तदद्वय प्रतिबद्धत्वबोधनार्थं। तथा चोक्तम् [ ज्ञानार्णवे] -
यत्र रागः पदं धत्ते द्वेषस्तत्रेति निश्चयः।
उभावेतौ समालंब्य विक्रमत्यधिकं मनः।।२३।। अपि च- आत्मनि सति परसंज्ञा, स्वपरविभागात् परिग्रहद्वेषौ।
अनयोः संप्रतिबद्धा सर्वेदोषाश्च जायते।। सा दीर्घनेत्रायतमंथाकर्षणपाश इव भ्रमणहेतुत्वात्तस्यापकर्षणकर्मजीवस्य रागादि रूपतया परिणमनं नेत्रस्यापकर्षणत्वाभिमुखानयनं तेन अत्रोपमानभूतो मंथदण्ड आक्षेप्यस्तेन यथा-नेत्राकर्षणव्यापारेण मंथाचलः समुद्रे सुचिरं भ्रांतो लोके प्रसिद्धस्तथा
રાગ એટલે ઇષ્ટ વસ્તુમાં પ્રીતિ અને દ્વેષ એટલે અનિષ્ટ વસ્તુમાં અપ્રીતિ, તે બંનેનું યુગલ. રાગ-દ્વેષની પ્રવૃત્તિ, શક્તિરૂપે તથા વ્યક્તિરૂપે હંમેશા એકીસાથે હોય છે તે જણાવવા માટે તથા બાકીના દોષો પણ તે (બંનેની) યુગલમાં ગર્ભિત છે ( અર્થાત્ સામેલ છે- તે સાથે સંબંધ રાખે છે) તે બતાવવા માટે (આચાર્ય) તે બંનેનું ( રાગ-દ્વેષનું યુગલ) ગ્રહણ કર્યું છે.
વળી “જ્ઞાનાર્ણવ” માં કહ્યું છે કે
“જ્યાં રાગ પોતાનો પગ જમાવે છે ( રાખે છે) ત્યાં દ્વેષ અવશ્ય હોય છે. તે બંનેના (રાગ-દ્વેષના) અવલંબનથી મન અધિક વિકારી બને (ક્ષોભ પામે છે- ચંચળ બને છે ). (૨૩)
વળી જ્યાં મારાપણાનો ભાવ આવે છે, ત્યાં પસંજ્ઞા (પર તરફનો ભાવ) આવે છે. સ્વ-પરના વિભાગને લીધે રાગ-દ્વેષ હોય છે, (અર્થાત્ જ્યાં આ મારું છે અને એ બીજાનું છે- એવો સ્વ-પરનો વિભાગ ભેદ છે, ત્યાં સ્વમાં રાગરૂપ અને પરમાં દ્વેષરૂપ ભાવ થાય છે). આ બંને દોષો સાથે સંબંધ રાખતા (અન્ય) સર્વ દોષો ઉત્પન્ન થાય છે (અર્થાત્ અન્ય સર્વ દોષોનું મૂળ રાગ-દ્વેષ છે).
જેમ મન્થનદંડના ભ્રમણનું કારણ તેને ખેંચવામાં પાશરૂપ દીર્ઘ નેતરાં (દોરી) ના આકર્ષણની (ખેંચતાણની) ક્રિયા છે, તેમ જીવને (સંસારમાં) ભ્રમણનું કારણ તેનું રાગાદિરૂપ પરિણમવું તે છે. નેતરાના આકર્ષણથી અભિમુખ લાવેલો ઉપમાનભૂત (જેની સાથે જીવની સરખામણી છે તેવો) મંથનદંડ ભમવા યોગ્ય છે.
લોકમાં એ વાત પ્રસિદ્ધ છે કે નેતરાં (દોરીઓ) ના ખેંચતાણની ક્રિયાથી (આકર્ષણની ક્રિયાથી) જેમ મંથરાચલ પર્વત સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ઘૂમતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com